April 1, 2026
ગુજરાત

બોટાદના બેલા-ટીંબલા વચ્ચે ફટાકડાના યુનિટમાં બ્લાસ્ટ...શ્રમિકનું કમકમાટીભર્યું મોત, માલિક સહિત બે લોકો દાઝ્યા

01:08:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બોટાદના બેલા-ટીંબલા વચ્ચે ફટાકડાના યુનિટમાં બ્લાસ્ટ...</strong></span>શ્રમિકનું કમકમાટીભર્યું મોત, માલિક સહિત બે લોકો દાઝ્યા</p>

બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં એક અત્યંત કરુણ અને ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. બેલા અને ટીંબલા ગામની સીમમાં આવેલી ફટાકડા બનાવવાની એક ફેક્ટરીમાં અચાનક ભયાનક વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ફેક્ટરી માલિક સહિત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં સારવાર હેઠળ છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ફટાકડા ફેક્ટરીના જે રૂમમાં ફટાકડા બનાવવાનો વિસ્ફોટક કાચો માલ સંગ્રહિત કરવામાં આવ્યો હતો, ત્યાં અચાનક કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી.

જોતજોતામાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો, આ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે ફેક્ટરીના શેડના પતરા આશરે 100 મીટર દૂર ખેતરોમાં જઈ પડ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ભૂકંપ જેવો ધ્રુજારો અનુભવાયો હતો.આ દુર્ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ આગની લપેટમાં આવ્યા હતા જેમાં  હાર્દિક સોલંકી (શ્રમિક) વિસ્ફોટમાં ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભુપત વ્યાસ (ફેક્ટરી માલિક) ગંભીર રીતે દાઝી જતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે અને જયદિપ સાથળા (શ્રમિક) ગંભીર ઈજાઓ પહોંચતા હાલ બોટાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને બરવાળા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ ડિવાયએસપી ,પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસના આદેશ આપ્યા છે. ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે દિશામાં પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.