April 8, 2026
ગુજરાત

બોટાદ મર્ડર કેસ : લગ્નની અદાવતમાં થયેલી હત્યાના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, બે આરોપીઓની આજીવન કેદની સજા રદ કરી

12:29:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બોટાદ મર્ડર કેસ : </strong></span>લગ્નની અદાવતમાં થયેલી હત્યાના કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, <strong>બે આરોપીઓની આજીવન કેદની સજા રદ કરી</strong></p>

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને નિર્દોષ જાહેર કરી તેમની આજીવન કારાવાસની સજા રદ કરી છે. આ સમગ્ર મામલો બોટાદ જિલ્લાનો છે, જ્યાં વર્ષ 2013માં સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદ ફટકારવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે સરકારી પક્ષ આરોપીઓ વિરુદ્ધનો ગુનો શંકા રહિત રીતે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે અને ઘટનાક્રમની સાંકળમાં અનેક ખામીઓ જોવા મળી છે. આ કેસની પૃષ્ઠભૂમિમાં લગ્ન માટે આપેલી ખોટી માહિતી અને તેના કારણે જન્મેલી અદાવત મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું હતું.

ઘટના શું હતી?

ઘટનાની વિગતો મુજબ, આરોપીઓ પૈકીના એકની બહેનના લગ્ન પ્રવીણભાઈ નામના વ્યક્તિ સાથે નક્કી થયા હતા, જેમાં ધીરુભાઈ નામના વ્યક્તિએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. ધીરુભાઈએ આરોપીને એવું કહીને વિશ્વાસમાં લીધો હતો કે પ્રવીણભાઈના આ બીજા લગ્ન છે. પરંતુ, પાછળથી આરોપીને જાણવા મળ્યું કે પ્રવીણભાઈ અગાઉ ત્રણ વખત પરણી ચૂક્યા છે અને આ તેમના ચોથા લગ્ન થવા જઈ રહ્યા છે. પોતાની બહેન સાથે થયેલી આ છેતરપિંડીથી ઉશ્કેરાયેલા આરોપીએ ધીરુભાઈ પ્રત્યે ભારે રોષ ભરેલો હતો. આ અદાવતમાં ધીરુભાઈને ગઢડા બોલાવી તેમના પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પેટ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

કારાવાસની સજા રદ્દ કરતી હાઇકોર્ટ 

આ કેસમાં નીચલી અદાલતે 24 સાક્ષીઓ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓને આધારે સજા સંભળાવી હતી, પરંતુ હાઈકોર્ટમાં અપીલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ કેસ માત્ર સાંયોગિક પુરાવા પર આધારિત છે. કોઈ પણ પ્રત્યક્ષદર્શી સાક્ષીએ આરોપીઓને છરી મારતા જોયા નથી અને રિકવરીની પ્રક્રિયા પણ શંકાસ્પદ રહી છે. સરકારી વકીલની દલીલ હતી કે છરી પરથી મૃતકનું બ્લડ ગ્રુપ મળી આવ્યું હતું અને હત્યા કર્યા બાદ આરોપીઓ ચોટીલાની ધર્મશાળામાં રોકાયા હતા, તેમ છતાં કોર્ટે નોંધ્યું કે ગુનાને સાંકળતી કડીઓ અતૂટ નથી. અંતે, કાયદાકીય સિદ્ધાંત મુજબ 'શંકાનો લાભ' આપીને હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરવામાં આવે તેવો આદેશ આપ્યો છે.