મેક ઇન ઇન્ડિયાનો દબદબો: 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ ₹૩૮,૪૨૪ કરોડની ઐતિહાસિક સપાટીએ
ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે નાણાકીય વર્ષ 2025-26સુવર્ણ અક્ષરે લખાનારું સાબિત થયું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, ભારતની સંરક્ષણ નિકાસ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. આ વર્ષે દેશે કુલ ₹38,442 કરોડના સંરક્ષણ સાધનો અને હથિયારોની નિકાસ કરીને નવો ઇતિહાસ રચ્યો છે, જે ભારતની વધતી જતી સૈન્ય ઔદ્યોગિક શક્તિનો મજબૂત પુરાવો છે. ગત નાણાકીય વર્ષ ભારતની સંરક્ષણ નિકાસ ₹23,622 કરોડ નોંધાઈ હતી. તેની તુલનામાં આ વર્ષે નિકાસમાં 6266 ટકાનો
માત્ર એક જ વર્ષમાં ભારતે પોતાની નિકાસમાં ધરખમ વધારો કર્યો છે. સતત ત્રીજા વર્ષે નિકાસમાં થઈ રહેલો આ વધારો 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાનની સફળતાને ઉજાગર કરે છે. આ રેકોર્ડબ્રેક સિદ્ધિમાં સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રોનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. કુલ નિકાસમાં સરકારી સંરક્ષણ કંપનીઓનો હિસ્સો 54.84 ટકા રહ્યો છે, જ્યારે ખાનગી કંપનીઓએ પણ શાનદાર દેખાવ કરતા 45.16 ટકા જેટલો મોટો હિસ્સો નોંધાવ્યો છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતનું ખાનગી ક્ષેત્ર હવે અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી અને ઉત્પાદનમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ થઈ ગયું છે.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ભવ્ય સફળતા અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સંરક્ષણ નિકાસમાં થયેલો આ મોટો ઉછાળો ભારતની સ્વદેશી ક્ષમતાઓ પર વધતા વૈશ્વિક વિશ્વાસનું પ્રતીક છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિગતો શેર કરતા કહ્યું કે ભારત હવે માત્ર હથિયારોની આયાત કરતો દેશ નથી રહ્યો, પરંતુ તે સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે અને વિશ્વના દેશો હવે ભારતીય બનાવટના શસ્ત્રો પર વધુ ભરોસો મૂકી રહ્યા છે. ભારતની આ સફળતા પાછળ તેની સૈન્ય ક્ષમતાઓને આધુનિક બનાવવાની અને સ્વદેશી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ જવાબદાર છે.
ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર'માં પાકિસ્તાનને ઘૂંટણિયે પાડ્યા બાદ ભારતે પોતાની સંરક્ષણ પ્રણાલીને વધુ ધારદાર બનાવી છે. મિસાઇલ્સ, આર્ટિલરી ગન્સ અને એડવાન્સ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સ જેવા સ્વદેશી શસ્ત્રોની માંગ વિશ્વના અનેક દેશોમાં વધી રહી છે, જેને કારણે નિકાસનો આંકડો સતત વધી રહ્યો છે ,આગામી વર્ષોમાં ભારત વિશ્વના ટોચના સંરક્ષણ નિકાસકાર દેશોની યાદીમાં સ્થાન મેળવવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. સરકારની સાનુકૂળ નીતિઓ અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે થયેલા નવા સંશોધનોને કારણે ભારત હવે વૈશ્વિક બજારમાં એક વિશ્વસનીય અને મજબૂત સંરક્ષણ ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે.