April 3, 2026
ગુજરાત

Buzzdrop દ્વારા માઉન્ટ આબુમાં અમરતારા રિસોર્ટમાં 'ક્રિએટર્સ લેબ 2.0'નું ભવ્ય આયોજન : 40થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મચાવશે ધૂમ...

11:10:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>Buzzdrop દ્વારા માઉન્ટ આબુમાં અમરતારા રિસોર્ટમાં 'ક્રિએટર્સ લેબ 2.0'નું ભવ્ય આયોજન :</strong></span> 40થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ મચાવશે ધૂમ...</p>

અમદાવાદની એક જાણીતી ઇન્ફ્લુએન્સર અને બ્રાન્ડ કોમ્યુનિકેશન પ્લેટફોર્મ 'બઝડ્રોપ' દ્વારા આગામી 10 થી 12 એપ્રિલ, 2026 દરમિયાન માઉન્ટ આબુ રોડ પર આવેલા પ્રીમિયમ અમરતારા રિસોર્ટ ખાતે 'ક્રિએટર્સ લેબ 2.0'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

40થી વધુ કન્ટેન્ટ ક્રિએટર એક સાથે જોવા મળશે 
આજના ડિજિટલ યુગમાં બદલાતા માર્કેટિંગ ટ્રેન્ડ્સ અને Gen-Zના રસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ વિશેષ કાર્યક્રમમાં દેશભરના 40થી વધુ પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર્સ એકમંચ પર આવશે. આ આયોજન દ્વારા સહભાગી બ્રાન્ડ્સ માટે માત્ર ત્રણ દિવસમાં 65 લાખથી વધુ ઇમ્પ્રેશન્સ જનરેટ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે પરંપરાગત મીડિયા જેવી કે અખબારી જાહેરાતો કે હોર્ડિંગ્સની સરખામણીએ વધુ સચોટ અને અસરકારક પરિણામ આપશે તેવો આયોજકોનો વિશ્વાસ છે.

ક્રિએટિવિટીનું નવું પ્લેટફોર્મ
આ ઈવેન્ટમાં એમજી સિલેક્ટ (MG Select) અમદાવાદ મુખ્ય સહયોગી તરીકે જોડાયું છે, જે પોતાની લક્ઝરી કાર્સ 'સાઇબરસ્ટર' અને 'M9' પ્રેસિડેન્શિયલ લિમોઝિનનું ખાસ પ્રદર્શન કરશે. આ ઉપરાંત ક્લાઇમેટ નેરેટિવ હબ ઇમ્પેક્ટ પાર્ટનર તરીકે અને STM કોમ્યુનિટી, આઉટલાઇન બિઝનેસ કોમ્યુનિકેશન્સ તેમજ પુરો બાર જેવા અનેક નામી પાર્ટનર્સ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. બઝડ્રોપના સ્થાપક ભાવિન ભાવસાર, જેઓ આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર છે, અને અનુભવી બ્રાન્ડ સ્ટ્રેટેજિસ્ટ દીપક મુદલિયારના નેતૃત્વમાં આ લેબ ક્રિએટર્સને નેટવર્કિંગ, આઈડિયા એક્સચેન્જ અને હાઈ-એનર્જી ડીજે નાઈટ્સ સાથે સર્જનાત્મકતાનું નવું પ્લેટફોર્મ પૂરું પાડશે.


ક્રિએટર્સ લેબ 2.0માં અનેક પ્રવૃતિઓ 
ક્રિએટર્સ લેબ 2.0 માત્ર એક મેળાવડો નથી, પરંતુ બ્રાન્ડ્સ અને ગ્રાહકો વચ્ચેના જોડાણને આધુનિક ઓપ આપવાનો એક પ્રયાસ છે. કાર્યક્રમ દરમિયાન કોફી રેવ એક્સપિરિયન્સ, ગાલા ડિનર અને લક્ઝરી સ્ટેકેશન જેવી પ્રવૃત્તિઓ વચ્ચે ક્રિએટર્સ એવું કન્ટેન્ટ તૈયાર કરશે જે સીધું જ આજના યુવા વર્ગ સાથે સંવાદ સાધશે. અમદાવાદની બઝડ્રોપ ટીમ છેલ્લા 16 વર્ષથી બ્રાન્ડ કોમ્યુનિકેશન ક્ષેત્રે કાર્યરત છે અને આ કાર્યક્રમ દ્વારા તેઓ ઇન્ફ્લુએન્સર માર્કેટિંગના ક્ષેત્રમાં એક નવો સીમાચિહ્ન સ્થાપવા જઈ રહ્યા છે, જેમાં ટેકનોલોજી, લક્ઝરી અને ક્રિએટિવિટીનો અનોખો સંગમ જોવા મળશે.