April 2, 2026
ગુજરાત

ગુજરાતમાં ટ્રાફિક દંડની વસૂલાતમાં CAG નો ઘટસ્ફોટ: 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ વસૂલાયો

01:00:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong>ગુજરાતમાં ટ્રાફિક દંડની વસૂલાતમાં CAG નો ઘટસ્ફોટ: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ વસૂલાયો</span></strong></p>

માર્ગ સુરક્ષા એ કોઈપણ પ્રગતિશીલ રાજ્ય માટે પ્રાથમિકતા હોય છે, પરંતુ ગુજરાતના શહેરોમાં ટ્રાફિક નિયમોના ભંગની ઘટનાઓ સતત વધી રહી છે. હેલ્મેટ વિના ડ્રાઇવિંગ, સિગ્નલ જમ્પિંગ અને ઓવરસ્પીડિંગ જેવા નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલવામાં આવતો દંડ માત્ર દંડ નથી, પરંતુ નાગરિકોની બેદરકારીનું પ્રતિબિંબ પણ છે. આ દંડની રકમનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષાના સાધનો અને વ્યવસ્થાપનને વધુ સચોટ બનાવવાનો છે, જેથી અકસ્માતો ઘટાડી શકાય.

ગુજરાતના રસ્તાઓ પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો પાસેથી વસૂલવામાં આવતા દંડના આંકડાઓ ચોંકાવનારા છે. કેગ (CAG) ના વર્ષ 2024-25 ના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા 17 વર્ષમાં વાહનચાલકોએ નિયમ ભંગ બદલ 1400 કરોડ રૂપિયાથી વધુની માતબર રકમ દંડ પેટે ચૂકવી છે. જોકે, આ વસૂલાત અને ફંડના હસ્તાંતરણમાં ગંભીર વિસંગતતાઓ સામે આવી છે.

દંડની આવક અને બજેટ અંદાજ

CAG ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2006-07 થી 2024-25 ના કુલ 19 વર્ષના સમયગાળામાં સરકારના 1614.02 કરોડના બજેટ અંદાજ સામે કુલ 1474.98 કરોડનો ટ્રાફિક દંડ વસૂલવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2007-08 અને 2008-09 માં અંદાજિત આવક સામે વસૂલાત અત્યંત નહિવત રહી હતી.

2007-08: 8 કરોડના અંદાજ સામે માત્ર 0.02 કરોડની વસૂલાત.

2008-09: 4 કરોડના અંદાજ સામે માત્ર 0.04 કરોડની વસૂલાત.

2006-07: 6 કરોડના અંદાજ સામે 4.23 કરોડની વસૂલાત થઈ હતી.

PLA ખાતામાં હસ્તાંતરણમાં 16% ની ઘટ

માર્ગ સુરક્ષા નિધિના વધુ સારા સંચાલન માટે સરકારે 2004 માં વ્યક્તિગત થાપણ ખાતું (PLA) શરૂ કર્યું હતું અને 2006 માં દંડની 100% રકમ તેમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમ છતાં, ઓડિટમાં જાણવા મળ્યું છે કે વસૂલાયેલા દંડ અને PLA માં જમા થયેલી રકમ વચ્ચે 16% ની ઘટ છે.

રિપોર્ટ મુજબ, PLA માટે નિર્ધારિત વર્ષોમાં 1186.06 કરોડના અંદાજ સામે 1246.21 કરોડની વસૂલાત થઈ હતી, જેમાંથી ટકાવારી મુજબ 84.48 કરોડની રકમ અને અન્ય હિસાબી ગણતરી મુજબ કુલ 87.91 કરોડ રૂપિયા હજુ હસ્તાંતરિત કરવાના બાકી છે.

માર્ગ સુરક્ષા નિધિનો હેતુ

રાજ્ય સરકારે જુલાઈ 2000 માં ઠરાવ કર્યો હતો કે દંડની આવકનો હિસ્સો 'ગુજરાત રાજ્ય માર્ગ સુરક્ષા નિધિ' માં જમા કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ ટ્રાફિક વ્યવસ્થાપનને આધુનિક બનાવવા અને માર્ગ અકસ્માતો રોકવા માટે કરવામાં આવે છે. પરંતુ ફંડ ટ્રાન્સફરમાં વિલંબ અથવા ઘટ થવાને કારણે વ્યવસ્થાપન પર તેની અસર પડી શકે છે.