April 10, 2026
ગુજરાત

ચાંદખેડા બે બાળકીના મોતનો મામલો : પુત્રની ઝંખનામાં બે દીકરીઓનો ભોગ લેવાયો? માતાની ડાયરીના લખાણે પોલીસને પણ ચોંકાવી દીધી... 

12:37:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચાંદખેડા બે બાળકીના મોતનો મામલો : </strong></span>પુત્રની ઝંખનામાં બે દીકરીઓનો ભોગ લેવાયો? <strong>માતાની ડાયરીના લખાણે પોલીસને પણ ચોંકાવી દીધી... </strong></p>

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં તાજેતરમાં બનેલી બે માસૂમ બાળકીઓના મોતના મામલે દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. શરૂઆતમાં ફૂડ પોઈઝનિંગ જેવી લાગતી આ ઘટના હવે ષડયંત્ર અને અંધશ્રદ્ધા તરફ ઈશારો કરી રહી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ માત્ર અકસ્માત નથી, પરંતુ તેની પાછળ ઊંડો પારિવારિક વિખવાદ અને સામાજિક કુરિવાજો જવાબદાર હોઈ શકે છે. તપાસ દરમિયાન પોલીસને માતા-પિતાના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામના ઝેરી તત્વના અંશ મળી આવતા સમગ્ર મામલો ગૂંચવાયો છે. પિતા વિમલે સ્થાનિક એગ્રો કેન્દ્રીમાંથી જંતુનાશક દવા ખરીદી હોવાના પુરાવા પણ પોલીસના હાથે લાગ્યા છે, જે આ કેસમાં આયોજનબદ્ધ કૃત્ય તરફ આંગળી ચીંધે છે.

માતાની ડાયરીમાં છુપાયેલું દર્દ અને પુત્ર પ્રાપ્તિની ઘેલછા
આ કેસમાં સૌથી વળાંક લાવનારો પુરાવો માતા ભાવનાની અંગત ડાયરી સાબિત થઈ રહ્યો છે. પોલીસને મળેલી આ ડાયરીના પાનાઓ તપાસતા જાણવા મળ્યું છે કે ભાવના પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના ધરાવતી હતી. સમાજ કે પરિવારના દબાણ હેઠળ જન્મેલી આ માનસિકતાને કારણે તે અંદરખાને ભારે અજંપો અનુભવતી હોવાનું જણાય છે. ડાયરીમાં લખેલી વાતો પરથી સ્પષ્ટ થાય છે કે બે પુત્રીઓ હોવા છતાં પુત્ર ન હોવાનો અફસોસ તેને સતત સતાવતો હતો. આ સિવાય પતિ વિમલ સાથે આર્થિક તંગી અને કેટલીક અંગત આદતોને લઈને પણ અવારનવાર ઝઘડા થતા હતા. આ માનસિક તણાવ અને ‘વારસદાર’ની ખોટી ઘેલછાએ એક હસતા-રમતા પરિવારને પાયમાલ કરી નાખ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.

પોલીસ તપાસ અને FSL રિપોર્ટ પર ટકેલી મીટ
ચાંદખેડા પોલીસે આ મામલે ગંભીરતા દાખવી અત્યાર સુધીમાં પરિવારના સભ્યો અને ડેરી માલિક સહિત કુલ 25 જેટલા લોકોના નિવેદનો નોંધ્યા છે. પોલીસ હવે એ કડીઓ જોડી રહી છે કે પિતાએ લાવેલી જંતુનાશક દવા બાળકીઓને દૂધમાં ભેળવીને આપવામાં આવી હતી કે અન્ય કોઈ રીતે? માતા-પિતાના શરીરમાં પણ ઝેરના અંશ મળ્યા હોવાથી, શું આ આખા પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કે પછી બાળકીઓની હત્યા બાદ માતા-પિતાએ નાટક રચ્યું હતું, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. હાલમાં બંને માસૂમ બાળકીઓના વિસેરા રિપોર્ટ અને FSLના ફાઈનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે મોત પાછળનો અસલી ગુનેગાર કોણ છે, પરંતુ હાલ તો પુત્રની ઝંખનાએ બે નિર્દોષ જિંદગીઓ છીનવી લીધી હોવાની ચર્ચાએ આખા શહેરમાં અરેરાટી ફેલાવી દીધી છે.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, બંને માસૂમ બાળકીઓના વિસેરા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તેમજ ભોગ બનનારના પિતા વિમલ અને માતા ભાવના બંનેના સેમ્પલ કે. ડી. હોસ્પિટલથી લઈને NFSU તરફ મોકલવામાં આવ્યાં હતા. તેના રિપોર્ટ આવતાં માતા-પિતાના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામના ઝીન્કની હાજરી મળી આવેલ છે. ક્યાં કારણોસર આની માત્રા વધારે છે તેને લઈને પણ ડોક્ટરોના અભિપ્રાય લેવામાં આવી રહ્યાં છે. હાલ જે ઘન્સ્યામ ડેરી છે તેના માલિક અને કર્મચારીના નિવેદનો લેવામાં આવ્યાં છે. ગત 1 તારીખે વિમલ ભાઈ ત્યાથી ખીરું લાવ્યાં હતા. ડેરીના cctv મેળવીને જે દુકાનેથી ખીરું લઈ ગયા હતા. તેના પણ નિવેદનો લેવામાં આવ્યાં હતા. તેના પરથી અંદાજ લગાવી શકાઈ કે ખીરું ખાવાથી કોઈ આડ અસર નથી થઈ. એવી વાત પણ સામે આવી છે કે ગત 1 તારીખનાં રોજ એક કાર્યક્રમમાં દાદા,દાદી અને વિમલ ગયા હતા. તેમના ઘરેથી બે ડાયરીઓ મળી આવી હતી. જેમાં એકમાં પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના વિશે લખવામાં આવ્યું હતું. અને એકમાં પુત્ર આવશે પછી દર્શન કરવા જશું તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.