April 1, 2026
ધર્મ દર્શન

ભક્તો માટે સારા સમાચાર: 19 એપ્રિલથી ખુલશે ચારધામના દ્વાર, જાણો કેદારનાથ-બદ્રીનાથ જવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત

06:00:00 AM
Save
Mar 28, 2026
Share :
<p>ભક્તો માટે સારા સમાચાર: 19 એપ્રિલથી ખુલશે ચારધામના દ્વાર,<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> જાણો કેદારનાથ-બદ્રીનાથ જવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત</strong></span></p>

હિમાલયની પવિત્ર ગોદમાં બિરાજમાન ઉત્તરાખંડના વિશ્વપ્રસિદ્ધ ચારધામો - કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાની રાહ જોઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓ માટે મંગળ સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2026ની ચારધામ યાત્રા આગામી 19 એપ્રિલથી અક્ષય તૃતીયાના શુભ પર્વ પર શરૂ થવા જઈ રહી છે. આ ધાર્મિક યાત્રાને સુગમ, સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન નોંધણીની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભક્તો હવે વોટ્સએપ અને મોબાઈલ એપ દ્વારા પણ ઘરેબેઠા નોંધણી કરાવી શકશે. યાત્રાના પ્રારંભ પૂર્વે જ ભક્તોમાં જોવા મળી રહેલો અભૂતપૂર્વ ઉત્સાહ સૂચવે છે કે આ વર્ષની યાત્રા નવા વિક્રમો સર્જશે. ભક્તોની સુવિધા માટે સરકાર દ્વારા રહેવા, જમવા અને સ્વાસ્થ્ય સંબંધી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ એપ્રિલથી થવા જઈ રહ્યો.

દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો ભક્તો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શને આવે છે, જેમના માટે ઉત્તરાખંડ સરકારે આ વખતે વિશેષ વ્યવસ્થાઓ અને ચુસ્ત આયોજન કર્યું છે.ચારધામ યાત્રા એ માત્ર પ્રવાસ નથી, પરંતુ લાખો લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. આ વર્ષે યાત્રાને નિર્વિઘ્ન અને સુખદ બનાવવા માટે ઉત્તરાખંડ વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવે છે

યાત્રાનો પ્રારંભ અને શુભ મુહૂર્ત

આ વર્ષે ચારધામ યાત્રાનો પ્રારંભ અક્ષય તૃતીયાના પવિત્ર પર્વ પર થશે. 19 એપ્રિલના રોજ યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલવાની સાથે જ યાત્રા વિધિવત રીતે શરૂ થઈ જશે. ત્યારબાદ 22 એપ્રિલે બાબા કેદારનાથ અને 24 એપ્રિલે ભગવાન બદ્રીનાથના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.

નોંધણી પ્રક્રિયા અને ભક્તોનો પ્રતિસાદ

યાત્રા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા ૬ માર્ચ ૨૦૨૬થી શરૂ કરી દેવામાં આવી છે. પોર્ટલ ખુલ્યાના પ્રથમ ૨૪ કલાકમાં જ ૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે, જે આ વર્ષે ભક્તોના અપાર ઉત્સાહને દર્શાવે છે.

ઓનલાઈન નોંધણીની સરળ પદ્ધતિ

યાત્રાળુઓ સત્તાવાર વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર જઈને પોતાનું નામ, મોબાઈલ નંબર અને ઓળખ કાર્ડ (આધાર અથવા વોટર આઈડી) દ્વારા સરળતાથી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યાત્રાળુઓને એક યુનિક રજીસ્ટ્રેશન નંબર (URN) અને QR કોડ આપવામાં આવશે.

WhatsApp દ્વારા અત્યાધુનિક સુવિધા:

ટેક્નોલોજીનો ઉપયોગ કરતા શ્રદ્ધાળુઓ માટે સરકારે WhatsApp નોંધણીની સુવિધા પણ આપી છે. ભક્તોએ માત્ર પોતાના મોબાઈલમાં 8394833833 નંબર સેવ કરીને 'YATRA' મેસેજ મોકલવાનો રહેશે, જેના દ્વારા સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી આપીને નોંધણી કરાવી શકાશે.

ઓફલાઇન નોંધણી કાઉન્ટર્સ

જે શ્રદ્ધાળુઓ ડિજિટલ માધ્યમનો ઉપયોગ નથી કરી શકતા, તેમના માટે ૧૭ એપ્રિલ ૨૦૨૬થી હરિદ્વાર, ઋષિકેશ અને યાત્રાના મુખ્ય માર્ગો પર ઓફલાઈન કાઉન્ટર્સ કાર્યરત કરવામાં આવશે. અહીં સ્થળ પર જઈને ભક્તો પોતાની યાત્રાનું પાસ મેળવી શકશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દરેક યાત્રાળુ માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. રજીસ્ટ્રેશન વગર યાત્રાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ વ્યવસ્થા યાત્રાળુઓની સુરક્ષા, ટ્રેકિંગ અને યાત્રા માર્ગ પર ભીડના નિયંત્રણ માટે ખૂબ જ જરૂરી છે.

હેલ્પલાઇન અને તબીબી સુવિધા

મુસાફરી દરમિયાન કોઈપણ મુશ્કેલી અથવા તબીબી કટોકટીના કિસ્સામાં, મુસાફરો સરકારના ટોલ-ફ્રી નંબર 0135-1364 પર સંપર્ક કરી શકે છે. સમગ્ર યાત્રા માર્ગ પર પૂરતી તબીબી સુવિધાઓ અને ઓક્સિજનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.

હવામાન અને સાવચેતી

હિમાલયની પહાડીઓમાં હવામાન ગમે ત્યારે બદલાઈ શકે છે, તેથી શ્રદ્ધાળુઓને ગરમ કપડાં, જરૂરી દવાઓ અને રેઈનકોટ સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને તબીબી તપાસ કરાવ્યા પછી જ મુસાફરી કરવા અનુરોધ કરાયો છે.