બિશ્કેકમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ: ભારતીય મહિલા મીનાક્ષી ગોયત ફાઇનલમાં પહોંચી

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે બે કાર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકો લગ્ન પ્રસંગમાંથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે નાથિયા નવાગાંવ નજીક આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે કાળનો કોળિયો
કોતવાલી પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે નાથિયા નવાગાંવ પાસે થયો હતો. કાંકેરના ઉડાકુડા ગામનો એક પરિવાર ચિવરંજ ખાતે લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયો હતો. રાત્રે તેઓ કારમાં પોતાના ગામ ઉડાકુડા પરત ફરી રહ્યા હતા, ત્યારે સામેથી આવતી બીજી એક કાર સાથે તેમની કારની સામસામે જોરદાર ટક્કર થઈ હતી.
વાહનોનો કચ્ચરઘાણ વળ્યો, 3 મહિલા અને 1 બાળક સહિત 6 ના મોત
બંને કાર અત્યંત તેજ ગતિમાં હોવાથી ટક્કર એટલી ભયાનક હતી કે વાહનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં ઉડાકુડાના પરિવારની કારમાં સવાર 3 મહિલાઓ, 2 પુરુષો અને 1 બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી કારમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે, ઘાયલો હોસ્પિટલમાં દાખલ
બનાવની જાણ થતાં જ પોલીસ પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કાંકેરના એસપી નિખિલ રાખેચાએ પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે ત્રણેય ગંભીર ઘાયલોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે કાંકેર જિલ્લા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, હાલ તમામ ઘાયલોની હાલત નાજુક છે અને તેમના પર સતત નજર રાખવામાં આવી રહી છે.
એસપી નિખિલ રાખેચાનું નિવેદન અને આગળની કાર્યવાહી
આ અકસ્માત અંગે માહિતી આપતા કાંકેરના એસપી નિખિલ રાખેચાએ જણાવ્યું હતું કે, નાથિયા નવાગાંવ નજીક બે કાર વચ્ચેની ટક્કરમાં 6 લોકોના મોત થયા છે અને અન્ય 3 ઘાયલ છે. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં ખસેડ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારોને સોંપવામાં આવશે."