April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી : છોટાઉદેપુરમાં ટિકિટ ન મળતા પીઢ કાર્યકર શિવ મહારાઉલે બોડેલી-પાણેજ બેઠક પરથી નોંધાવી અપક્ષ ઉમેદવારી

02:57:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી :</span> છોટાઉદેપુરમાં ટિકિટ ન મળતા પીઢ કાર્યકર શિવ મહારાઉલે બોડેલી-પાણેજ બેઠક પરથી નોંધાવી અપક્ષ ઉમેદવારી</strong></p>

છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઈને આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. બોડેલી વિસ્તારના સક્રિય કાર્યકર અને 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા શિવ મહારાઉલના પત્નીને ટિકિટ ન મળતા નારાજ થયેલા મહારાઉલે પોતાના સમર્થકો સાથે બોડેલી-પાણેજ તાલુકા પંચાયત બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

પત્નીની ટિકિટ કપાતા 20 વર્ષ જૂના કાર્યકરનો બળવો

પ્રાપ્ત માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લા ભાજપમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બોડેલીમાં છેલ્લા 20 વર્ષથી ભાજપના પાયાના અને સક્રિય કાર્યકર તરીકે ફરજ બજાવતા શિવ મહારાઉલ પક્ષના નિર્ણયથી ભારે નારાજ થયા છે. તેમના પત્ની શીતલકુંવરબા મહારાઉલ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. આ વખતે પક્ષ દ્વારા તેમના પત્નીને ટિકિટ ન ફાળવવામાં આવતા, શિવ મહારાઉલે ખુલ્લેઆમ બળવો પોકારીને પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી છે.

સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી અપક્ષ ફોર્મ ભર્યું

પક્ષ દ્વારા થયેલી અવગણનાના વિરોધમાં શિવ મહારાઉલે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. આજે તેમણે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચીને બોડેલી-પાણેજ તાલુકા પંચાયતની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. તેમના આ શક્તિ પ્રદર્શનથી ભાજપની છાવણીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

સંગઠનમાં અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે મહારાઉલ

નોંધનીય છે કે, શિવ મહારાઉલ સ્થાનિક સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે. ભૂતકાળમાં તેઓ સંખેડા યુવા મોરચામાં તાલુકાના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે ભાજપ સંગઠનમાં ઉપ પ્રમુખ, જિલ્લામાં મંત્રી અને વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન સહ-સંયોજક જેવી મહત્વની અને જવાબદારીભરી ભૂમિકાઓ પણ સફળતાપૂર્વક ભજવી છે.