April 1, 2026
ગુજરાત

સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ચૂંટણીલક્ષી સરપ્રાઈઝ બેઠક: 90 જેટલા હોદ્દેદારો રહ્યા હાજર

02:49:00 PM
Save
Mar 22, 2026
Share :
<p><strong>સુરતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ચૂંટણીલક્ષી સરપ્રાઈઝ બેઠક: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">90 જેટલા હોદ્દેદારો રહ્યા હાજર</span></strong></p>

ગુજરાતની રાજનીતિમાં મહાનગરપાલિકાઓ પર કબજો જમાવવો એ દરેક પક્ષ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે. ખાસ કરીને સુરત જેવી આર્થિક રાજધાની ગણાતી મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખવી એ સત્તાધારી પક્ષ માટે અત્યંત મહત્વનું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક સુરત પહોંચતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. મુખ્યમંત્રીએ સુરતમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને આ સમય દરમિયાન આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને લક્ષમાં રાખીને સુરત સર્કિટ હાઉસ ખાતે એક અત્યંત મહત્વની બેઠક યોજી હતી.

આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરત ભાજપના જુદા-જુદા હોદ્દેદારો અને કોર્પોરેટરો મળીને કુલ 90 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ આગામી ઇલેક્શનને લઈને પાયાના સ્તરે કેવી રીતે કામગીરી કરવી, જનતાના પ્રશ્નોનો નિકાલ કેવી રીતે લાવવો અને સંગઠનને વધુ વેગવંતું બનાવવા બાબતે તમામ સભ્યોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ચૂંટણી પૂર્વે આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારો સાથેની સીધી વાતચીત આગામી રણનીતિ માટે ખૂબ જ નિર્ણાયક માનવામાં આવે છે.

સુરતમાં રાત્રિ રોકાણ અને બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી હવે વલસાડ તરફ રવાના થશે. વલસાડમાં તેઓ વિવિધ જાહેર કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જોકે, વલસાડના પ્રવાસ પૂર્વે સુરતમાં ફાળવેલો સમય અને યોજાયેલી બેઠક સ્પષ્ટ કરે છે કે ભાજપ અત્યારથી જ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી.