April 2, 2026
ધર્મ દર્શન

ભક્તોની આસ્થાનું કેન્દ્ર: ચુણેલા હનુમાનજીનું અનોખું મંદિર, દર્શન માત્રથી દૂર થાય છે કષ્ટ

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભક્તોની આસ્થાનું કેન્દ્ર: </strong></span>ચુણેલા હનુમાનજીનું અનોખું મંદિર, દર્શન માત્રથી દૂર થાય છે કષ્ટ</p>

ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે સ્થિત શ્રી ચુણેલા હનુમાનજીનું મંદિર ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે. આશરે  થી 500 વર્ષ જૂનું આ મંદિર તળાવના કિનારે અત્યંત રમણીય અને કુદરતી વાતાવરણમાં આવેલું છે. અહીં હનુમાનજીની એક વિશાળ અને પૌરાણિક પાષાણ મૂર્તિ બિરાજમાન છે, જેની ગણના ગુજરાતમાં હનુમાનજીની મુખ્ય પાંચ મોટી મૂર્તિઓમાં કરવામાં આવે છે. આ મંદિરનો મહિમા અને પવિત્રતા દુર-દુર સુધી ફેલાયેલી છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા અહીં બિરાજમાન હનુમાનજીનું 'યોદ્ધા સ્વરૂપ' છે. સામાન્ય રીતે હનુમાનજી ભક્તિભાવ મુદ્રામાં જોવા મળે છે, પરંતુ અહીં તેઓ એક વીર યોદ્ધા તરીકે સાક્ષાત પ્રગટ થયા હોય તેવું લાગે છે.

મંદિરના મહંત રાજકુમારદાસજીના જણાવ્યા અનુસાર, ઉભી અવસ્થામાં આટલી ઊંચી સ્વયંભૂ મૂર્તિ સમગ્ર જિલ્લામાં બીજે ક્યાંય જોવા મળતી નથી. આ મૂર્તિ પૌરાણિક કાળથી જ ભક્તોના કષ્ટ હરનારા રક્ષક તરીકે પૂજાય છે. ચુણેલા હનુમાનજી મંદિર સાથે અનેક ચમત્કારિક માન્યતાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલા તળાવના ખોદકામ દરમિયાન આ વિરાટ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. શ્રદ્ધાળુઓમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે જે કોઈ ભક્ત સતત પાંચ શનિવાર સુધી અહીં દાદાના દર્શન કરી માનતા રાખે છે, તેના તમામ અટકેલા કાર્યો પૂર્ણ થાય છે અને મનોકામનાઓ સિદ્ધ થાય છે. આ પાંચ શનિવાર દરમિયાન ભક્તોની આસ્થાની કસોટી થતી હોવાનું પણ માનવામાં આવે છે.મંદિરની પરંપરાઓ પણ ખૂબ જ અનોખી છે. ચુણેલ ગામના બાળકોની બાબરી (ચૌલક્રિયા) અહીં મંદિરે જ કરવાની પરંપરા છે, જેથી બાળક પર હનુમાનજીના આશીર્વાદ હંમેશા રહે. દર મહિનાના પ્રથમ મંગળવારે અહીં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રસાદ ગ્રહણ કરવા આવે છે. આ ઉપરાંત, હનુમાન જયંતિ અને કાળી ચૌદશના પર્વે અહીં મારુતિ યજ્ઞ અને વિશેષ પૂજા-અર્ચના ધામધૂમથી કરવામાં આવે છે.

સ્થાનિક ભક્તો અને દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે ચુણેલા હનુમાનજી એક જાગૃત દેવ છે. ભક્તોનું માનવું છે કે હનુમાનજીને શ્રદ્ધાપૂર્વક સ્નાન કરાવવાથી અને તેલ-સિંદૂર ચઢાવવાથી શારીરિક અને માનસિક વ્યાધિઓ દૂર થાય છે. સ્વયંભૂ મૂર્તિનું તેજ અને મંદિરનું શાંત વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિ અર્પે છે. આજે આ પૌરાણિક ધામ માત્ર ખેડા જિલ્લાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું એક મહત્વનું ધાર્મિક પ્રવાસન સ્થળ બની ગયું છે.