April 1, 2026
ગુજરાત

અમદાવાદ બનશે ન્યુયોર્ક જેવું! સિંધુ ભવનમાં ‘સિટી સ્ક્વેર’ માટે ટેન્ડર જાહેર, સ્કાય વોક બનશે પ્રવાસીઓનું નવું આકર્ષણ

04:25:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ બનશે ન્યુયોર્ક જેવું! </strong></span>સિંધુ ભવનમાં ‘સિટી સ્ક્વેર’ માટે ટેન્ડર જાહેર, સ્કાય વોક બનશે પ્રવાસીઓનું નવું આકર્ષણ</p>

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી પોશ અને વાઈબ્રન્ટ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર એક મહત્વકાંક્ષી અર્બન પ્રોજેક્ટ ‘સિટી સ્ક્વેર’ વિકસાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આશરે ત્રણ વર્ષ પહેલા જેની બ્લુ-પ્રિન્ટ તૈયાર કરાઈ હતી, તે પ્રોજેક્ટ હવે અમલીકરણના તબક્કે પહોંચ્યો છે. આ આઈકોનિક ટાવર માટે એએમસી દ્વારા 522.22 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત તેની ઊંચાઈ છે. ‘સિટી સ્ક્વેર’ ટાવર આશરે 175 મીટર ઊંચો હશે, જે લગભગ 50 માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવશે. આ સાથે જ તે અમદાવાદના સૌથી ઊંચા માળખાઓમાં સ્થાન પામશે.

આ ટાવરને આધુનિક અર્બન પ્લાઝા તરીકે ડિઝાઈન કરવામાં આવ્યો છે, જ્યાં ભવ્યતા સાથે લેટેસ્ટ ટેકનોલોજીનો સમન્વય જોવા મળશે. એડવેન્ચર અને ટુરિઝમના શોખીનો માટે ટાવરની સાવ ઉપરના ભાગે એટલે કે 175 મીટરની ઊંચાઈએ એક ગ્લાસ સ્કાયવોક બનાવવામાં આવશે. અહીં મુલાકાતીઓને ‘વોક-ઓન-ગ્લાસ’નો રોમાંચક અનુભવ મળશે, જ્યાં કાચ પર ચાલીને નીચે જોતા આખું શહેર દેખાશે. આ સાથે જ ત્યાં એક ઓબ્ઝર્વેશન ગેલેરી પણ હશે, જે મુલાકાતીઓને અમદાવાદનો અદભૂત ચારે બાજુનો નઝારો પૂરો પાડશે.

ખાનપાનના શોખીનો માટે આ ટાવરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, 40 મીટરની ઊંચાઈ પર બે માળની ભવ્ય રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે, જેની ક્ષમતા આશરે 900 લોકોની હશે. આ રેસ્ટોરન્ટની ઉપર એક આધુનિક ટેરેસ કેફે પણ તૈયાર કરાશે, જ્યાં 200 જેટલા મુલાકાતીઓ બેસીને ખુલ્લા આકાશ નીચે ડાઈનિંગનો આનંદ માણી શકશે.  ‘સિટી સ્ક્વેર’ માત્ર એક ટાવર નહીં પણ એક સંપૂર્ણ રિક્રિએશન હબ બનશે. 

સિંધુ ભવન રોડ પર ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને, આ પ્રોજેક્ટમાં ત્રણ સ્તરનું વિશાળ બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવશે. જેમાં અંદાજે 410 કાર અને 1465 ટુ-વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા હશે. આ સુવિધાને કારણે મુલાકાતીઓને વાહન પાર્ક કરવામાં કોઈ મુશ્કેલી નહીં પડે અને વિસ્તારના ટ્રાફિક મેનેજમેન્ટમાં પણ મદદ મળશે.આ પ્રોજેક્ટ આગામી સમયમાં અમદાવાદના પર્યટન અને શહેરી મનોરંજન, ડાઇનિંગ અને લેઝર સુવિધાઓના સમન્વય સાથેનો આ પ્રોજેક્ટ અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરના શહેરોની હરોળમાં મૂકવામાં મદદરૂપ સાબિત થશે.