April 2, 2026
ગુજરાત

અમદાવાદની રફ્તાર વધશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતાધાર ચાર રસ્તા પર બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે

10:01:00 AM
Save
Mar 29, 2026
Share :
<p>અમદાવાદની રફ્તાર વધશે:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતાધાર ચાર રસ્તા પર બ્રિજનું કર્યું ઉદ્ઘાટન, </strong></span>વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે</p>

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વાહનચાલકો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા સતાધાર જંક્શન પર ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે નવનિર્મિત ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું વિધિવત લોકાર્પણ કર્યું છે. અંદાજે ₹90 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ આધુનિક બ્રિજ હવે નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફ જતા હજારો વાહનચાલકોનો સમય અને ઈંધણ બચાવશે. મુખ્યમંત્રીના જ મતવિસ્તાર એવા ઘાટલોડિયામાં આવેલા આ બ્રિજને કારણે હવે સતાધાર ચાર રસ્તા પર સિગ્નલ પર ઊભા રહેવાની કડાકૂટમાંથી જનતાને કાયમી મુક્તિ મળશે.

આ બ્રિજ શરૂ થવાથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારના હજારો વાહનચાલકોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મોટી રાહત મળશે. AMC દ્વારા આ ફ્લાયઓવર અંદાજે ₹90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફ જતા મુખ્ય માર્ગ પર સતાધાર ચાર રસ્તા પાસે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે 'સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના' અંતર્ગત ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સતાધાર ચાર રસ્તા પરનો આ અત્યાધુનિક બ્રિજ 936 મીટર લાંબો અને 16.60 મીટર પહોળો છે. ફોરલેન હોવાને કારણે અહીં વાહનોની અવરજવર ઝડપી બનશે. આ બ્રિજ બનાવવાનું સૂચન પણ ખુદ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેથી આ જંક્શન પર થતી ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય.

આ બ્રિજ કાર્યરત થવાથી સતાધાર ચાર રસ્તા પર થતા ટ્રાફિક જામમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને નારણપુરા, ઘાટલોડિયા અને સાયન્સ સિટી વિસ્તારના રહીશોને હવે સિગ્નલ પર ઊભા રહ્યા વગર ઝડપી પરિવહનની સુવિધા મળશે, જેનાથી વાહનચાલકોના સમય અને ઈંધણની પણ બચત થશે.લોકાર્પણના આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યો, AMC વહીવટદાર મૂકેશ કુમાર, કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પૂર્વ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બ્રિજ ખુલ્લો મુકાતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.