‘કોકટેલ 2’ નું સોન્ગ ‘જબ તલક’ રિલીઝ: શાહિદ કપૂર સાથે રશ્મિકા મંદાના અને કૃતિ સેનનનો જોવા મળ્યો હોટ અવતાર
ડાયરેક્ટર હોમી અડાજણિયાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કોકટેલ 2’ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની છે. આજે આ ફિલ્મનું નવું ગીત ‘જબ તલક’ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અને હોટ અવતાર જોવા મળી રહ્યો છે. યુનિવર્સલ મ્યુઝિકની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતે રિલીઝના પ્રથમ એક કલાકમાં જ 1 લાખથી વધુ વ્યૂઝ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ નવા ગીતમાં શાહિદ કપૂરના ડાન્સ મૂવ્સ અને તેની સાથે કૃતિ સેનન તથા રશ્મિકા મંદાનાની ફ્રેશ કેમિસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા છે. ત્રણેય કલાકારો ગીતમાં ફૂલ મસ્તીમાં જોવા મળી રહ્યા છે.
ગીતની કોરિયોગ્રાફી અને સ્ટાર્સનો લુક યુવાનોમાં અત્યંત લોકપ્રિય થઈ રહ્યો છે. આ ગીતને બોલિવૂડના ફેવરિટ સિંગર અરિજિત સિંહે પોતાના અવાજમાં ગાયું છે. ગીતનું મ્યુઝિક પ્રીતમ ચક્રવર્તીએ કમ્પોઝ કર્યું છે, જ્યારે તેના અદભૂત લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે. પ્રીતમ અને અરિજિતની જોડીએ ફરી એકવાર ચાર્ટબસ્ટર ગીત આપીને ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી સ્ટારર ‘કોકટેલ’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
હવે લગભગ 14 વર્ષ પછી ડાયરેક્ટર હોમી અડાજણિયા નવી સ્ટારકાસ્ટ સાથે આ ફિલ્મની સિક્વલ લઈને આવી રહ્યા છે. ચાહકો જોવા માટે ઉત્સુક છે કે શું આ નવી જોડી જૂની ફિલ્મનો જાદુ ફરી સ્થાપી શકશે, શૂટિંગના અંતે હોમી અડાજણિયાએ શાહિદ, કૃતિ અને રશ્મિકા સાથે કેક કાપીને સેલિબ્રેશન કર્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફિલ્મની ટીમ અત્યારે પોસ્ટ-પ્રોડક્શનમાં વ્યસ્ત છે. પહેલા ભાગની જેમ જ ‘કોકટેલ 2’ નું નિર્દેશન પણ હોમી અડાજણિયાએ કર્યું છે. તેમની ફિલ્મોમાં સંબંધોની જટિલતા અને મોડર્ન લાઈફસ્ટાઈલના સચોટ વર્ણન માટે તેઓ જાણીતા છે.
આ વખતે તેમણે શાહિદ, રશ્મિકા અને કૃતિની ફ્રેશ જોડી પર દાવ લગાવ્યો છે. ગીત રિલીઝ થતાની સાથે જ ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ પર ‘કોકટેલ 2’ ટ્રેન્ડ કરી રહ્યું છે. ફેન્સ રશ્મિકા મંદાનાના હોટ લુક અને શાહિદ કપૂરના સ્વેગના વખાણ કરી રહ્યા છે. લોકો આ ફિલ્મને લઈને સુપર એક્સાઈટેડ છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદાના સ્ટારર આ ફિલ્મ 19 જૂન, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. મ્યુઝિક અને ટ્રેલરના હાઈપને જોતા એવું લાગે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી શકે છે.