શાહિદ કપૂરનો સ્વેગ અને કૃતિ-રશ્મિકાનો બોલ્ડ અંદાજ, કોકટેલ 2ના ફર્સ્ટ લુકે ચાહકોને કર્યા ક્રેઝી
બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક એવી 'કોકટેલ 2' ને લઈને નિર્માતાઓએ આખરે મોટી અપડેટ જાહેર કરી છે. મેડોક ફિલ્મ્સે ફિલ્મની નવી સ્ટાર કાસ્ટ અને તેમના પાત્રોના નામની સત્તાવાર જાહેરાત કરીને ચાહકોમાં ઉત્તેજના વધારી દીધી છે. વર્ષ 2012માં આવેલી સૈફ, દીપિકા અને ડાયના પેન્ટીની ફિલ્મ 'કોકટેલ'ની ભવ્ય સફળતા બાદ હવે 14 વર્ષ પછી ડાયરેક્ટર હોમી અદજાનિયા એક નવી સ્ટાર કાસ્ટ સાથે તેની સિક્વલ લઈને પરત ફરી રહ્યા છે. મેકર્સે પાત્રોની વિગતો આપતા જણાવ્યું છે કે, ફિલ્મમાં શાહિદ કપૂર 'કૃણાલ'ની ભૂમિકામાં જોવા મળશે, જેનો અંદાજ ખૂબ જ આધુનિક અને સ્વેગથી ભરપૂર છે.
આ સાથે કૃતિ સેનન 'એલી' અને રશ્મિકા મંદાના 'દિયા'ના પાત્રમાં જોવા મળશે. આ બંને અભિનેત્રીઓ ફિલ્મમાં સુપર હોટ અને ગ્લેમરસ લુકમાં નજરે પડશે, જેની સરખામણી અત્યારથી જ હોલિવૂડ સ્ટાઈલ સાથે કરવામાં આવી રહી છે.સ્ટાર કાસ્ટની સાથે જ મેકર્સે ફિલ્મના પહેલા સોન્ગની જાહેરાત પણ કરી દીધી છે. આ ગીતનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને તેની પહેલી ઝલક આજે 8 માર્ચના રોજ રજૂ કરવામાં આવશે. અગાઉ રિલીઝ થયેલા ફિલ્મના ટીઝરને સોશિયલ મીડિયા પર જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જેના કારણે ચાહકો આ ફિલ્મના સંગીત અને લુકને જોવા માટે ખૂબ જ આતુર છે.
ફિલ્મના પ્રોડક્શન વિશે વાત કરીએ તો, 'કોકટેલ 2' નું શૂટિંગ આ વર્ષે 31 જાન્યુઆરી, 2026ના રોજ પૂર્ણ થઈ ગયું છે. શૂટિંગ પૂરું થતાની સાથે જ હોમી અદજાનિયાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી, જેમાં શાહિદ, કૃતિ અને રશ્મિકા કેક કાપીને શૂટિંગ રેપ-અપ પાર્ટી સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરોમાં કલાકારો વચ્ચેની કેમિસ્ટ્રી સ્પષ્ટ દેખાઈ રહી હતી. 'કોકટેલ'નો રેકોર્ડ તોડશે? મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ તેના બોલ્ડ લુક, આધુનિક વાર્તા અને શાનદાર સંગીતને કારણે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ શકે છે.