April 8, 2026
ગુજરાત

કોમનવેલ્થ ગેમ્સ 2030: કોમનવેલ્થ સ્પોર્ટ ટીમનો પ્રથમ ગુજરાત પ્રવાસ, મુખ્યમંત્રીએ ‘ટાઈમ બાઉન્ડ’ અને અસરકારક આયોજનનો મંત્ર આપ્યો

02:02:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કોમનવેલ્થ ગેમ્સ 2030: કોમનવેલ્થ સ્પોર્ટ ટીમનો પ્રથમ ગુજરાત પ્રવાસ,</span> મુખ્યમંત્રીએ ‘ટાઈમ બાઉન્ડ’ અને અસરકારક આયોજનનો મંત્ર આપ્યો</strong></p>

વર્ષ 2030 માં ગુજરાત અને અમદાવાદમાં યોજાનારી ‘શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ’ ની પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી પહોંચી છે. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોનું આ પ્રતિનિધિમંડળ ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરીને વિવિધ ખેલ સંકુલની મુલાકાત લેશે.

મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત અને રાજ્યનું કમિટમેન્ટ

આ ડેલિગેશને પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની શુભેચ્છા મુલાકાતથી કર્યો હતો. આ બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘ટાઈમ બાઉન્ડ, ક્વોલિટેટીવ અને ઈફેક્ટિવ પ્લાનિંગ’ ના મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 ને ભવ્યતાપૂર્વક યોજવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે રાજ્ય સરકાર જરૂરી તમામ વૈશ્વિક સ્તરની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે.

ગ્લાસગો ગેમ્સ 2026 માટે મુખ્યમંત્રીને નિમંત્રણ

મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતમાં મળેલા ઉષ્માપૂર્ણ આવકારની પ્રશંસા કરી હતી. તેમણે આગામી 23 જુલાઈ 2026 થી 2 ઓગસ્ટ 2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના આયોજનના અભ્યાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિશેષ નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ નિમંત્રણનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ગ્લાસગો કોમનવેલ્થની મુલાકાત લેશે.

અમદાવાદથી એકતા નગર સુધી સ્પોર્ટ્સ સાઈટ વિઝિટ

પોતાના ચાર દિવસીય રોકાણ દરમિયાન આ ટીમ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને એકતા નગર (સ્ટેચ્યુ ઓફ યુનિટી) ખાતે યોજાનારી વિવિધ રમતોના સ્થળોની મુલાકાત લેશે. આ ટીમ અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરશે. ડોનાલ્ડ રૂકરે એ અપેક્ષા વ્યક્ત કરી હતી કે 2030 ની આ ગેમ્સ ભારત અને ગુજરાતની ‘કલ્ચરલ વાઇબ્રન્સી’ ની અનુભૂતિ કરાવનારો એક અનોખો ખેલ ઉત્સવ બની રહેશે.

વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ

આ મહત્વની બેઠકમાં રાજ્યના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી વાળા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોમનવેલ્થ ટીમની આ મુલાકાત 2030 ના આયોજન માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે, કારણ કે આ ગેમ્સના સફળ સંચાલનથી ગુજરાતની વૈશ્વિક રમતગમત નકશા પર એક નવી ઓળખ પ્રસ્થાપિત થશે.