April 9, 2026
રાજનીતિ

સુનેત્રા પવાર વિરુદ્ધ હવે કોઈ મેદાનમાં નહીં? કોંગ્રેસની પીછેહઠથી બારામતીમાં રાજકીય ગરમાવો

04:22:00 PM
Save
Apr 9, 2026
Share :

સુનેત્રા પવાર વિરુદ્ધ હવે કોઈ મેદાનમાં નહીં? કોંગ્રેસની પીછેહઠથી બારામતીમાં રાજકીય ગરમાવો

મહારાષ્ટ્રના રાજકારણમાં વર્ષોથી ચાલી રહેલા પારિવારિક અને રાજકીય જંગ વચ્ચે એક આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી બારામતી બેઠક પર કોંગ્રેસે ચૂંટણી ન લડવાનો મોટો નિર્ણય લીધો છે. શરદ પવાર અને સુપ્રિયા સુલેની ભાવુક અપીલને માન આપીને કોંગ્રેસે પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવાની જાહેરાત કરી છે, જેની સાથે જ સુનેત્રા પવાર માટે બિનહરીફ વિજેતા બનવાનો માર્ગ સાફ થઈ ગયો છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નિથલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર, સાંસદ સુપ્રિયા સુલે અને રોહિત પવારે કોંગ્રેસ હાઈકમાન્ડને વિશેષ વિનંતી કરી હતી. તેમણે અપીલ કરી હતી કે અજીત પવારના અવસાન બાદ આ બેઠક પર તેમની પત્ની અને વર્તમાન નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવાર સામે કોઈ ઉમેદવાર ન ઉતારીને ચૂંટણી બિનહરીફ કરાવવામાં આવે. કોંગ્રેસ પક્ષ વતી આકાશ મોરેએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે, પક્ષના હાઈકમાન્ડના આદેશ બાદ, ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે તેઓ પોતાની ઉમેદવારી પરત ખેંચશે.

આ સાથે જ બારામતી બેઠક પર સુનેત્રા પવારની બિનહરીફ જીતનો માર્ગ લગભગ મોકળો થઈ ગયો છે. અજીત પવાર મહારાષ્ટ્રના એક દિગ્ગજ અને કુશળ નેતા હતા. તેમના જવાથી રાજ્યના રાજકારણમાં જે ખોટ પડી છે તેને ધ્યાનમાં રાખીને, કોંગ્રેસ પક્ષે રાજકીય સ્પર્ધા કરતા લોકશાહી શિષ્ટાચાર અને માનવીય સંવેદનાને પ્રાધાન્ય આપ્યું છે.

આ પૂર્વે ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુલેએ પણ કોંગ્રેસને આ બેઠક પર સન્માન જાળવવા અપીલ કરી હતી. જોકે, કોંગ્રેસે અગાઉ વિમાન દુર્ઘટના મામલે તપાસની શરત મૂકી હતી, પરંતુ અંતે શરદ પવારની મધ્યસ્થી બાદ પક્ષે ચૂંટણી જંગમાંથી હટવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મહારાષ્ટ્રના આગામી રાજકીય સમીકરણો પર મોટી અસર પાડશે અને બારામતીમાં સુનેત્રા પવાર પ્રત્યેની સહાનુભૂતિના મોજાને વધુ મજબૂત બનાવશે.