April 1, 2026
વ્યાપાર

સિંગતેલના ભાવમાં અવિરત ઉછાળો, કિંમતને 3000ને પાર

02:47:00 PM
Save
Mar 28, 2026
Share :
<p><strong>સિંગતેલના ભાવમાં અવિરત ઉછાળો, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કિંમતને 3000ને પાર</span></strong></p>

સામાન્ય માણસના ઘરના બજેટમાં ખાદ્યતેલ એક મહત્વનો હિસ્સો ધરાવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંગતેલના ભાવ જે રીતે આસમાને પહોંચ્યા છે તેણે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે. મગફળીના મબલખ ઉત્પાદન છતાં બજારમાં તેલના ભાવ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે, જે ગ્રાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સિંગતેલના ભાવમાં થયેલો આ વધારો માત્ર તહેવારો પૂરતો સીમિત ન રહેતા હવે કાયમી ધોરણે સામાન્ય જનતાને દઝાડી રહ્યો છે.

વિક્રમી ઉત્પાદન છતાં સિંગતેલનો ડબ્બો 3,000 ને પાર

રાજ્યમાં મગફળીની સીઝન અને ઉત્પાદનના આંકડાઓ આશ્ચર્યજનક ચિત્ર રજૂ કરી રહ્યા છે. ગત વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન અંદાજે 60 લાખ ટન સુધી પહોંચ્યું હોવા છતાં સિંગતેલના ભાવ પર તેની કોઈ હકારાત્મક અસર જોવા મળી નથી. હાલમાં સિંગતેલના એક ડબ્બાનો ભાવ 3,000 રૂપિયાની સપાટી વટાવી ગયો છે.

ભાવ વધારા પાછળના મુખ્ય કારણો :

ગત વર્ષે પડેલા અનરાધાર વરસાદને કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું હતું. વરસાદને લીધે પીલાણ માટે યોગ્ય એવી ગુણવત્તાયુક્ત મગફળીની આવક ઓછી થઈ છે, જેના કારણે કાચા માલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલના આ આકરા ભાવ વધારાને કારણે સામાન્ય ગ્રાહકોની સાથે સાથે વેપારીઓના આર્થિક ગણિત પણ બગડ્યા છે.

બજારના નિષ્ણાંતોના મતે, જો આગામી દિવસોમાં મગફળીની આવક અને ગુણવત્તામાં સુધારો નહીં થાય, તો સિંગતેલના ભાવ હજુ પણ વધી શકે તેવી શક્યતા છે.