April 1, 2026
ક્રાઈમ

રાજકોટની  ગ્રીન લેન્ડ ચોકડી પાસે બેકાબૂ ક્રેઈને બાઈક સવારનો ભોગ લીધો, રિક્ષા-કારને પણ હડફેટે લેતા નાસભાગ

10:53:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રાજકોટની  ગ્રીન લેન્ડ ચોકડી પાસે બેકાબૂ ક્રેઈને બાઈક સવારનો ભોગ લીધો,</strong></span> રિક્ષા-કારને પણ હડફેટે લેતા નાસભાગ</p>

રાજકોટના વ્યસ્ત ગણાતા ગ્રીન લેન્ડ ચોકડી પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક પુરપાટ ઝડપે આવતી ક્રેઈને આગળ જઈ રહેલા બાઈક સવારને જોરદાર ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ, મૃતકનું નામ રસિકભાઇ હીરપરા (ઉ.વ. 46) છે. તેઓ મોરબી રોડ નજીક આવેલા સરદાર પાર્ક વિસ્તારમાં રહેતા હતા. અકસ્માત સમયે તેઓ પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે ક્રેઈન તેમના માટે કાળ બનીને આવી હતી.

બેકાબૂ બનેલી ક્રેઈને માત્ર બાઈક જ નહીં, પરંતુ રિક્ષા અને કારને પણ પોતાની હડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા અને કારમાં મોટાપાયે નુકસાની થઈ હતી અને રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  ઘટનાની જાણ થતા જ બી-ડિવિઝન પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે ક્રેઈન ચાલક સંદીપ ચૌહાણ (ઉ.વ. 22, મૂળ ઉત્તર પ્રદેશ, હાલ રહે. ખોડીયારપરા) ને સ્થળ પરથી જ સકંજામાં લીધો છે.

પોલીસે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.સવારના સમયે બનેલી આ ઘટનાને કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.