April 1, 2026
સ્પોર્ટ્સ

અમ્પાયરો વગર રમાશે મેચ! CPLની વાયરલ પોસ્ટનું સત્ય જાણીને તમે પણ હસી પડશો!

04:25:00 PM
Save
Apr 1, 2026
Share :
<p>અમ્પાયરો વગર રમાશે મેચ! <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>CPLની વાયરલ પોસ્ટનું સત્ય જાણીને તમે પણ હસી પડશો!</strong></span></p>

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવી પોસ્ટ શેર કરવામાં આવી છે જેણે સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું છે. વિશ્વની લોકપ્રિય T20 લીગમાંની એક એવી કેરેબિયન પ્રીમિયર લીગ  દ્વારા કરવામાં આવેલી એક જાહેરાતે ચાહકોમાં ચર્ચા જગાવી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે ક્રિકેટ મેચોમાં મેદાન પર કોઈ અમ્પાયર જોવા મળશે નહીં અને તમામ નિર્ણયો આધુનિક ટેકનોલોજી દ્વારા લેવામાં આવશે. CPL એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જણાવ્યું છે કે, 2026ની સીઝનથી મેદાન પર કોઈ ઓન-ફિલ્ડ અમ્પાયર રહેશે નહીં. તેના બદલે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જનરેટેડ વિઝ્યુઅલ્સ અને અત્યંત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્ણયો લેવામાં આવશે.

આ જાહેરાત બાદ ક્રિકેટ ફેન્સ અને વિવેચકોમાં હંગામો મચી ગયો છે કે શું ખરેખર અમ્પાયરો વિના ક્રિકેટ રમાઈ શકે?  ક્રિકેટને જેન્ટલમેન્સ ગેમ ગણવામાં આવે છે અને તેમાં અમ્પાયરની ભૂમિકા નિર્ણાયક હોય છે. નિયમોનું પાલન કરાવવાથી લઈને અંતિમ નિર્ણય આપવા સુધી અમ્પાયર અનિવાર્ય છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં DRS, હોક-આઈ અને ટીવી રિપ્લે જેવી ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો છે. CPLની આ જાહેરાતે લોકોને વિચારતા કરી દીધા છે કે શું હવે સંપૂર્ણપણે માનવ અમ્પાયરોની જગ્યા મશીનો લઈ લેશે.

 જ્યારે આ સમાચારથી સોશિયલ મીડિયા ગુંજી ઉઠ્યું, ત્યારે સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું છે. હકીકતમાં, CPL દ્વારા આ પોસ્ટ 1 એપ્રિલ એટલે કે 'એપ્રિલ ફૂલ્સ ડે'ના રોજ શેર કરવામાં આવી હતી. પોસ્ટના અંતે #AprilFoolsDay હેશટેગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે CPL એ માત્ર મજાક ખાતર અને ચાહકોને મનોરંજન પૂરું પાડવા માટે આ આઘાતજનક જાહેરાત કરી હતી. આ પોસ્ટ વાયરલ થતા જ ક્રિકેટ પ્રેમીઓએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ તેને ભવિષ્યની ટેકનોલોજી ગણાવી તો ઘણા લોકોએ શરૂઆતમાં તેને સાચી માની લીધી હતી.

જોકે, સત્ય બહાર આવતા જ લોકોએ CPLની આ 'ગુગલી'ની પ્રશંસા કરી હતી. મેદાન પર અમ્પાયર વગર મેચ રમવી હાલના તબક્કે અશક્ય જણાય છે, પરંતુ CPL ની આ ટ્રીક કેરેબિયન પ્રીમિયર લીગની 14મી સિઝન ઓગસ્ટ 2026માં શરૂ થવાની અને સપ્ટેમ્બર સુધી ચાલવાની ધારણા છે. આ વર્ષે જમૈકન ફ્રેન્ચાઇઝી પણ ટુર્નામેન્ટમાં પરત ફરી રહી છે, જે છેલ્લા બે વર્ષથી બહાર હતી. ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ આ લીગની સૌથી સફળ ટીમ છે, જેણે અત્યાર સુધી પાંચ વખત ખિતાબ જીત્યો છે. 

ભલે આ એક એપ્રિલ ફૂલની મજાક હતી, પરંતુ તે ક્રિકેટમાં વધતા ટેકનોલોજીના પ્રભાવ તરફ નિર્દેશ કરે છે. ભવિષ્યમાં ભલે અમ્પાયરો દૂર ન થાય, પરંતુ AI નો ઉપયોગ નિર્ણયોને વધુ સચોટ બનાવવામાં ચોક્કસપણે થઈ શકે છે. હાલમાં તો ફેન્સ રાહ જોઈ રહ્યા છે કે આ વર્ષની CPL સીઝનમાં કયા નવા આકર્ષણો જોવા મળશે.