April 1, 2026
બોલિવૂડ

ક્રિકેટર દીપક ચાહરની બહેન માલતીનું બિકિની લુક, ઝરણામાં નહાતા બોલ્ડ અંદાજે કર્યા ફેન્સને દિવાના

11:37:00 AM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ક્રિકેટર દીપક ચાહરની બહેન માલતીનું બિકિની લુક, </span>ઝરણામાં નહાતા બોલ્ડ અંદાજે કર્યા ફેન્સને દિવાના</p>

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર દીપક ચાહરની બહેન માલતી ચહરે ગ્લેમરસ અને બોલ્ડ અંદાજથી ફેન્સના હોશ ઉડાવી દીધા છે. માલતીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી તસવીરો શેર કરી છે, જેમાં તેઓ વોટરફોલ (ઝરણા)ની નીચે ઊભા રહીને પોઝ આપી રહ્યા છે. માલતી બિકિનીમાં છે, વાળ ખુલ્લા છે અને નો મેકઅપ લુકમાં તેઓ અત્યંત નેચરલ અને ગ્લેમરસ દેખાઈ રહ્યા છે.

તસવીરોમાં માલતી ઝરણાની નીચે ઊભા રહીને પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી રહ્યા છે. તેમના બોલ્ડ પોઝ અને કિલર લુક જોઈને ફેન્સ સંપૂર્ણપણે મંત્રમુગ્ધ થઈ ગયા છે.

કેપ્શનમાં શું લખ્યું?
માલતીએ કેપ્શનમાં લખ્યું છે:  “વોટરફોલ મને શીખવે છે કે વસ્તુઓને છોડી દેવી કેટલી સરળ છે.” ફેન્સે આ તસવીરો પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. ઘણા યુઝર્સે કહ્યું કે માલતીની આ તસવીરો જોઈને તેમની નજર હટતી જ નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malti Chahar (@maltichahar)

માલતીની ‘બિગ બોસ’ જર્ની  
માલતીને ફેન્સે ‘બિગ બોસ 19’માં જોઈ હતી. શોમાં તેમની એન્ટ્રી વાઈલ્ડ કાર્ડ તરીકે થઈ હતી. શો દરમિયાન તેમના ભાઈ દીપક ચાહર તેમને મળવા આવ્યા હતા. ભાઈ-બહેનના એ બોન્ડને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો.

‘બિગ બોસ’ પછી માલતી કોઈ શોમાં દેખાઈ નથી અને હાલ તેઓ સોશિયલ મીડિયા પર ગ્લેમરસ અને બોલ્ડ અવતારમાં ફેન્સને એન્ટરટેઈન કરી રહ્યા છે.