'પહેલા IPL, પછી સરકારી નોકરી'..... રિંકુ સિંહે જણાવ્યું નિમણૂક પત્ર વિતરણમાં ગેરહાજર રહેવાનું કારણ
ઉત્તર પ્રદેશના ગૌરવ અને ટીમ ઈન્ડિયાના 'ફિનિશર' રિંકુ સિંહ માટે ડબલ ખુશીના સમાચાર સામે આવ્યા છે. એક તરફ યોગી સરકારે તેને ₹3 કરોડના પુરસ્કાર સાથે રાજ્યના રિજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે નિયુક્ત કર્યો છે, તો બીજી તરફ રિંકુએ ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ પર ઉત્તર પ્રદેશ સરકાર મહેરબાન થઈ છે. રાજ્ય સરકારે રિંકુ સિંહની સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 'રિજનલ સ્પોર્ટ્સ ઓફિસર' તરીકે નિમણૂક કરી છે. આ સાથે જ તેની સિદ્ધિઓ બદલ રૂ. 3 કરોડની આર્થિક સહાય (પુરસ્કાર) આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં રિંકુ સિંહ ગેરહાજર રહ્યો હતો, જે અંગે સોશિયલ મીડિયા પર અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, રિંકુએ એક વીડિયો મેસેજ દ્વારા ખુલાસો કર્યો છે કે, આગામી IPL ફ્રેન્ચાઈઝીના કેમ્પમાં વ્યસ્ત હોવાના કારણે તે સમયસર લખનઉ પહોંચી શક્યો ન હતો. તેણે ટૂંક સમયમાં મુખ્યમંત્રીની મુલાકાત લઈને આશીર્વાદ મેળવવાની અને નિમણૂક પત્ર સ્વીકારવાની ખાતરી આપી છે.
રાજ્યના રમતગમત નિર્દેશક આર.પી. સિંહે જણાવ્યું હતું કે, રિંકુને તેની યોગ્યતા મુજબ એવી જવાબદારીઓ સોંપાશ જેથી તે ભારતીય ક્રિકેટમાં પોતાનું યોગદાન ચાલુ રાખવાની સાથે વહીવટી ભૂમિકા પણ નિભાવી શકે. રિંકુ હાલમાં જ ભારતની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહ્યો હતો, તાજેતરમાં જ રિંકુ સિંહે તેના પિતા ગુમાવ્યા છે, જેમના અંતિમ સંસ્કાર માટે તે અલીગઢ ગયો હતો. આ મુશ્કેલ સમય છતાં તેણે પોતાની રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા જાળવી રાખી હતી. આ ઉપરાંત, રિંકુ સિંહે મછલીશહરના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી હોવાના અહેવાલોથી પણ તે ચર્ચામાં રહ્યો છે.