April 1, 2026
ક્રાઈમ

બાતમીના આધારે તવાઈ: ધ્રાંગધ્રા પાસે 9.810 કિલો ગાંજો ઝડપાયો, ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બાતમીના આધારે તવાઈ: </strong></span>ધ્રાંગધ્રા પાસે 9.810 કિલો ગાંજો ઝડપાયો, ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ</p>

કચ્છ-અમદાવાદ હાઈવે પર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સુરેન્દ્રનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે બાતમીના આધારે વહેલી સવારે કુડા ચોકડી પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને આંતરી હતી. તલાશી દરમિયાન ટ્રકમાંથી ₹4.90 લાખની કિંમતનો 9.810 કિલો સૂકો ગાંજો મળી આવતા પોલીસે ભચાઉના બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે ગાંજો, મોબાઈલ અને ટ્રક સહિત કુલ ₹14.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સો સહિત કુલ ચાર વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

કચ્છ-અમદાવાદ હાઈવે પર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સતર્ક બની છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે એક સફળ ઓપરેશન પાર પાડીને હાઇવે પરથી ટ્રકમાં છુપાવેલો લાખોની કિંમતનો સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી કુલ ₹14.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ અને તેમના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટ્રકમાં નશીલા પદાર્થનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.

આ બાતમીને આધારે ધ્રાંગધ્રા હાઇવે પર આવેલી કુડા ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા જ તેને અટકાવી તપાસ કરતા તેમાંથી નશાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં  9.810 કિલો (કિંમત ₹4,90,500) સહિત ₹14,95,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધ્રાંગધ્રા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ  હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને ગાંજો ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.