રાજકોટમાં ચામડીની બીમારીથી કંટાળી મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત, 9 વર્ષની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી
રાજકોટ શહેરમાં આજે આત્મહત્યાનો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ તળાવમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાઓએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી છે. પરશુરામ મંદિર નજીકના તળાવમાંથી તેમની લાશ મળી આવી હતી, ગાંધીગ્રામ-2 પોલીસના એએસઆઇ જયદિપસિંહ જાડેજા અને સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારના નિવેદન મુજબ, જીજ્ઞાબેન લાંબા સમયથી ચામડીની ગંભીર બીમારી થી પીડાતા હતા. અનેક હોસ્પિટલોમાં સારવાર છતાં આ બીમારી કાબૂમાં આવતી નહોતી.
બીમારીને કારણે થતી સતત ખંજવાળ, બળતરા અને સામાજિક ક્ષોભને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં સરી પડ્યા હતા.પોલીસનું અનુમાન છે કે બીમારીની પીડા અસહ્ય બની જતા અને તેનાથી કંટાળી જઈને તેમણે આ આત્યંતિક પગલું ભરવાનું નક્કી કર્યું હશે. મૃતકને સંતાનમાં 9 વર્ષની પુત્રી છે અને પતિ ખાનગી નોકરી કરે છે. મૃતક જીજ્ઞાબેન છેલ્લા કેટલાક સમયથી ચામડીની ગંભીર બીમારીથી પીડાતા હતા.
આ શારીરિક પીડા અસહ્ય બનતા અને બીમારીથી કંટાળી જઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. સંતાનમાં 9 વર્ષની એક પુત્રી છે, માતાના અકાળે અવસાનથી માસૂમ બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગાંધીગ્રામ-2 પોલીસે હાલ અકસ્માતે મોતના ગુના હેઠળ નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.