April 7, 2026
સ્પોર્ટ્સ

"હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો" RCB સામે પરાજય બાદ ઋતુરાજનું દર્દ છલકાયું

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો"</strong></span> RCB સામે પરાજય બાદ ઋતુરાજનું દર્દ છલકાયું</p>

ઇન્ડિયન પ્રીમિયર લીગ  2026ની હાઈ-વોલ્ટેજ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને 43 રને હરાવીને સતત ત્રીજો પરાજય આપ્યો છે. આ હાર બાદ ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ભાવુક થઈને હાર માટે પોતાને જવાબદાર ગણાવ્યા છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCB એ નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટે 250 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. RCB તરફથી ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 8 છગ્ગાની મદદથી અણનમ 70 રન ફટકાર્યા હતા. દેવદત્ત પડિક્કલે 50 રન, રજત પાટીદારે અણનમ 48 રન અને ફિલ સોલ્ટે 46 રનનું યોગદાન આપ્યું હતું.

CSK ના બોલરો સામે RCB ના બેટરોએ છગ્ગાની રમઝટ બોલાવી હતી. 251 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી CSK ની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સહિતનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. જોકે, મધ્યમ ક્રમમાં સરફરાઝ ખાને 50 રન, પ્રશાંત વીરે 43 અને જેમી ઓવરટને 37 રન બનાવીને લડત આપી હતી, પરંતુ ટીમ 19.4 ઓવરમાં 207 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. RCB તરફથી ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી.

હાર બાદ નિરાશ થયેલા કેપ્ટન ઋતુરાજે જણાવ્યું હતું કે, "હું આ પ્રદર્શનથી હેરાન છું. ટીમમાં સરફરાઝ અને અન્ય ખેલાડીઓએ સારો જુસ્સો દેખાડ્યો, પરંતુ ટોપ ઓર્ડરમાં મારી નિષ્ફળતા ટીમને ભારે પડી. જો મેં રન બનાવ્યા હોત તો અમે લક્ષ્ય હાંસલ કરી શક્યા હોત. વિરાટ કોહલીનો કેચ છોડવો અને અંતિમ ઓવરોમાં ભૂલોને કારણે મોમેન્ટમ હાથમાંથી નીકળી ગયો."

સતત ત્રણ હારને કારણે CSK ના પ્લેઓફના સમીકરણો મુશ્કેલ બન્યા છે. હવે ટીમે પોતાની ભૂલો સુધારીને આગામી મેચોમાં મજબૂત વાપસી કરવી પડશે. બીજી તરફ, વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમારે આ મેચમાં નવા રેકોર્ડ્સ પ્રસ્થાપિત કરીને RCB ની જીતને યાદગાર બનાવી છે.