April 4, 2026
ગુજરાત

દાદરા નગર હવેલીમાં ગેસના ગોડાઉનમાં પ્રચંડ બ્લાસ્ટ... 4 ના કરુણ મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

12:10:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દાદરા નગર હવેલીમાં ગેસના ગોડાઉનમાં પ્રચંડ બ્લાસ્ટ... </strong></span>4 ના કરુણ મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત</p>

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ઔદ્યોગિક વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. અહીં આવેલા નાઇટ્રોજન ગેસના સિલિન્ડરના એક ગોડાઉનમાં અચાનક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. આ કરુણ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત નિપજ્યા હોવાના સત્તાવાર અહેવાલ પ્રાપ્ત થયા છે. વિસ્ફોટ સમયે ગોડાઉનમાં કામ કરી રહેલા અન્ય 4 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ગોડાઉનની મજબૂત ગણાતી દીવાલો અને છત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. બ્લાસ્ટનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે અન્ય ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકો જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. કાટમાળ નીચે પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી, જેથી ઈજાગ્રસ્તોને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શકાયા હતા. ગેસ ગોડાઉનમાં આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, વહીવટી તંત્ર દ્વારા એફએસએલની મદદ લેવામાં આવી રહી છે અને ગોડાઉનમાં સુરક્ષાના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.