April 1, 2026
ગુજરાત

ભક્તો માટે માઠા સમાચાર: રણછોડરાય અને આશાપુરી માતાના મંદિરમાં અન્નક્ષેત્ર બંધ, જાણો યુદ્ધ સાથેનું કનેક્શન

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ભક્તો માટે માઠા સમાચાર:</strong></span> રણછોડરાય અને આશાપુરી માતાના મંદિરમાં અન્નક્ષેત્ર બંધ, જાણો યુદ્ધ સાથેનું કનેક્શન</p>

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણના સપ્લાયમાં મોટો વિક્ષેપ પડ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભી થયેલી આ કટોકટીની સીધી અસર ગુજરાતના યાત્રાધામો પર પડી છે, જ્યાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા ભોજનાલયો બંધ કરવાની નોબત આવી છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો ભક્તો માટે ચલાવવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદીની સેવા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે. ટેમ્પલ કમિટીના જણાવ્યા મુજબ, શનિ-રવિમાં 2,000  થી વધુ અને અન્ય દિવસોમાં 1000 ભક્તો અહીં પ્રસાદ લેતા હતા.

કોમર્શિયલ સિલિન્ડરનો જથ્થો ન મળતા રસોડામાં ઈંધણ ખૂટી પડ્યું છે. આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ સ્થિત આશાપુરી માતાજીના મંદિરે પણ વર્ષોથી ચાલતી વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા બંધ કરવી પડી છે. ખાસ કરીને રવિવારે ઉમટતા હજારો શ્રદ્ધાળુઓને હવે બહારની હોટલો કે નાસ્તાના સેન્ટરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. સ્થાનિક સ્તરે ગેસ સપ્લાય ઠપ હોવાથી મંદિર પ્રશાસન લાચાર બન્યું છે, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના કારણે માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ ધાર્મિક સંસ્થાઓ અને સામાન્ય જનતા પણ પ્રભાવિત થઈ છે.

ભક્તોની માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા ધાર્મિક સ્થાનો માટે ગેસની પૂર્તિ અગ્રતાના ધોરણે કરવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓને પડતી હાલાકી દૂર થાય. મંદિર સત્તાધીશોએ જણાવ્યું છે કે, જેવી ગેસ સિલિન્ડરની સપ્લાય સામાન્ય થશે, કે તુરંત જ ભોજન પ્રસાદીની સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.