April 1, 2026
ભારત

વજન ઘટાડવાની દવાઓના ગેરકાયદે વેચાણ સામે સરકાર દ્વારા કડક કાર્યવાહીના નિર્દેશ

12:58:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વજન ઘટાડવાની દવાઓના ગેરકાયદે વેચાણ સામે </span>સરકાર દ્વારા કડક કાર્યવાહીના નિર્દેશ</strong></p>

ભારતમાં વજન ઘટાડવા માટે મોટા પાયે વપરાતી GLP-1 આધારિત દવાઓના અનધિકૃત વેચાણ અને પ્રમોશન પર ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈન્ડિયાએ હવે કડક નિયંત્રણો લાદ્યા છે. રિટેલ ફાર્મસીઓ, ઓનલાઈન પ્લેટફોર્મ, જથ્થાબંધ વેપારીઓ અને વેલનેસ ક્લિનિક્સ મારફતે આ દવાઓના વધી રહેલા બેફામ વેચાણને પગલે દર્દીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થયું હતું, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા આ આકરા પગલાં લેવામાં આવ્યા છે.

તબીબી દેખરેખ વિના ઉપયોગથી ગંભીર સ્વાસ્થ્ય જોખમો 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ચેતવણી ઉચ્ચારી છે કે યોગ્ય તબીબી દેખરેખ વિના આવી દવાઓનો ઉપયોગ કરવાથી દર્દીઓને ગંભીર પ્રતિકૂળ અસરો અને સ્વાસ્થ્ય સંબંધિત જોખમોનો સામનો કરવો પડી શકે છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ભારતના ડ્રગ્સ કંટ્રોલરે રાજ્યના નિયમનકારો સાથે સંકલન સાધીને ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેઇનમાં થતી ગેરરીતિઓ અને અનધિકૃત વેચાણને રોકવા માટે લક્ષિત પગલાંની શરૂઆત કરી દીધી છે.

10 માર્ચે એડવાઈઝરી જારી, ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ 

મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહિનાની 10 મી તારીખે તમામ ઉત્પાદકોને એક વિશેષ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. આ અંતર્ગત ફાર્મા કંપનીઓને સરોગેટ જાહેરાતો અને કોઈપણ પ્રકારના પરોક્ષ પ્રમોશનથી દૂર રહેવાનો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય અને ડૉક્ટરની ચિઠ્ઠી વગરના ઉપયોગને પ્રોત્સાહન ન મળે.

નિયમોના ભંગ બદલ લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી 

આગામી અઠવાડિયામાં ડ્રગ્સ વિભાગ દ્વારા આ દવાઓના વેચાણ પરની નિયમનકારી દેખરેખ વધુ સઘન બનાવવામાં આવશે. મંત્રાલયે કડક શબ્દોમાં ચીમકી આપી છે કે નિયમોનું પાલન ન કરનાર સામે આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જેમાં સંબંધિત વિક્રેતા કે ઉત્પાદકના લાઇસન્સ રદ કરવા, ભારે દંડ ફટકારવા અને લાગુ કાયદાઓ હેઠળ ફોજદારી કાર્યવાહી કરવા સુધીના કડક પગલાંનો સમાવેશ થાય છે.

નિષ્ણાત તબીબોના માર્ગદર્શન હેઠળ જ દવા લેવા નાગરિકોને અપીલ 

આરોગ્ય મંત્રાલયે દેશના નાગરિકોને ખાસ સલાહ આપી છે કે વજન ઘટાડવાની આ દવાઓનો ઉપયોગ માત્ર લાયકાત ધરાવતા તબીબી પ્રેક્ટિશનરોના માર્ગદર્શન હેઠળ જ કરવો હિતાવહ છે. દેશમાં આ દવાનો ઉપયોગ માત્ર એન્ડોક્રિનોલોજિસ્ટ અને ઇન્ટરનલ મેડિસિન નિષ્ણાતો દ્વારા જ પ્રિસ્ક્રિપ્શનના આધારે કરવાની મંજૂરી આપવામાં આવી છે. કેટલીક ખાસ તબીબી સ્થિતિઓ માટે માત્ર કાર્ડિયોલોજિસ્ટ જ આ દવા લખી શકે છે.