April 4, 2026
બોલિવૂડ

સ્ટાર કિડ્સનું ધમાકેદાર ડેબ્યૂ: સુભાન નડિયાદવાલા અને કિયારા રોય ફિલ્મ 'ઐસી દિવાનગી' માં સાથે દેખાશે

12:10:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સ્ટાર કિડ્સનું ધમાકેદાર ડેબ્યૂ: </strong></span>સુભાન નડિયાદવાલા અને કિયારા રોય ફિલ્મ 'ઐસી દિવાનગી' માં સાથે દેખાશે</p>

મનોરંજન જગતમાં ફરી એકવાર નેપોટિઝમ કે સ્ટાર કિડ્સની ચર્ચા તેજ બની છે. અભિનેતા રોહિત રોયની લાડલી પુત્રી કિયારા હવે ગ્લેમર વર્લ્ડમાં કદમ રાખવા તૈયાર છે. સાજિદ નડિયાદવાલાના પુત્ર સુભાન નડિયાદવાલા સાથે તે પોતાની કારકિર્દીની પહેલી ફિલ્મ 'ઐસી દિવાનગી'થી બોલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. બોલિવુડમાં અત્યારે કિયારા અડવાણી ટોચની અભિનેત્રીઓમાં ગણાય છે. એક જ ક્ષેત્રમાં સમાન નામ ધરાવતી બે અભિનેત્રીઓ હોય તો પ્રેક્ષકોમાં મૂંઝવણ ઉભી થઈ શકે છે. આ જ કારણ છે કે રોહિત રોયની દીકરી કિયારા પોતાનું નામ બદલીને 'એરાહ બોઝ' તરીકે ઓળખાવા માંગે છે. જોકે, આ અંગે હજુ સુધી રોય પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા હંમેશા નવા ટેલેન્ટને તક આપવા માટે જાણીતા છે, હવે તેઓ પોતાના પુત્ર સુભાનને લોન્ચ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સુભાનની જોડી રોહિત રોયની પુત્રી સાથે જામશે. 'ઐસી દિવાનગી' નામની આ ફિલ્મ એક રોમેન્ટિક ડ્રામા હોવાનું મનાઈ રહ્યું છે, જેની અત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોઈપણ કલાકાર માટે તેનું ડેબ્યૂ કોણ ડાયરેક્ટ કરે છે તે ખૂબ મહત્વનું હોય છે. સુભાન અને કિયારા (એરાહ) નસીબદાર છે કે તેમની પ્રથમ ફિલ્મનું સુકાન શશાંક ખૈતાન જેવા અનુભવી ડિરેક્ટર સંભાળી રહ્યા છે.

શશાંક ખૈતાન અગાઉ 'ધડક' જેવી ફિલ્મો દ્વારા સ્ટાર કિડ્સને સફળતાપૂર્વક લોન્ચ કરી ચૂક્યા છે. મળેલી માહિતી મુજબ, ફિલ્મ 'ઐસી દિવાનગી'નું શૂટિંગ પહેલેથી જ શરૂ થઈ ગયું છે. સેટ પરથી મળતા અહેવાલો મુજબ, સુભાન અને કિયારા વચ્ચેની કેમિસ્ટ્રી શાનદાર દેખાઈ રહી છે. આરોહિત રોય લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે, પરંતુ હવે તેમની ઓળખ 'એરાહ બોઝના પિતા' તરીકે પણ થવા જઈ રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પિતાના નામ કરતા પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે કિયારાએ 'એરાહ બોઝ' નામ પસંદ કર્યું હોવાનું જણાય છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી સ્ટાર ગર્લ પ્રેક્ષકોના દિલ જીતવામાં કેટલી સફળ રહે છે.