April 8, 2026
બોલિવૂડ

એક્ટ્રેસ જ નહીં, પાવરફુલ બિઝનેસવુમન પણ છે દીપિકા પાદુકોણ.. જાણો તેની કમાણીના સ્ત્રોત

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>એક્ટ્રેસ જ નહીં, </strong></span>પાવરફુલ બિઝનેસવુમન પણ છે દીપિકા પાદુકોણ.. જાણો તેની કમાણીના સ્ત્રોત</p>

દીપિકા પાદુકોણ આજે બોલિવૂડની માત્ર જાણીતી અભિનેત્રી જ નહીં, પરંતુ ઈન્ડસ્ટ્રીની એક પ્રભાવશાળી ઓળખ બની ગઈ છે. વર્ષોની સખત મહેનત અને સમર્પણને કારણે તેણે આ મુકામ હાંસલ કર્યો છે. તેની ગણતરી બોલિવૂડની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાં થાય છે, જે તેની લોકપ્રિયતા અને ફિલ્મી પડદે તેની મજબૂત પકડનો પુરાવો છે. રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ આશરે 500 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ માટે અંદાજે 15 થી 20 કરોડ રૂપિયાની મોટી ફી વસૂલે છે.

છેલ્લે તે સુપરહિટ ફિલ્મ 'કલ્કિ 2898 એડી' અને 'સિંઘમ અગેઈન'માં જોવા મળી હતી, જેના કારણે તેની બ્રાન્ડ વેલ્યુ અને કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. દીપિકા પાદુકોણ માત્ર ફિલ્મોના ભરોસે નથી, પરંતુ તે એક ચતુર બિઝનેસવુમન પણ છે. તેણે પોતાની બ્યુટી બ્રાન્ડ '82°E' શરૂ કરી છે, જે માર્કેટમાં ખૂબ સફળ રહી છે. આ ઉપરાંત, તે અનેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણકાર છે અને મોટી બ્રાન્ડ્સની એડવર્ટાઈઝમેન્ટ દ્વારા પણ કરોડોની કમાણી કરે છે, જે તેની આવકનો મોટો સ્ત્રોત છે.

 રિયલ એસ્ટેટમાં પણ દીપિકાનું મોટું રોકાણ છે. તે રણવીર સિંહ સાથે જે આલિશાન એપાર્ટમેન્ટમાં રહે છે, તેની કિંમત અંદાજે 119 કરોડ રૂપિયા છે અને તે શાહરૂખ ખાનના 'મન્નત'ની બિલકુલ નજીક છે. આ સિવાય વરલીમાં 40 કરોડનું ઘર અને અલીબાગમાં 22 કરોડનો વૈભવી બંગલો પણ તેની મિલકતોની યાદીમાં સામેલ છે. દીપિકાને મોંઘી ગાડીઓનો પણ ઘણો શોખ છે. તેની પાસે રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ અને બીએમડબ્લ્યુ જેવી દુનિયાની લક્ઝુરિયસ કાર્સ છે.

લાઈફસ્ટાઈલ રાજાશાહી ઠાઠ જેવી છે, જે તેની કલાકોની મહેનત અને ફિલ્મી પડદે આપેલા યોગદાનનું પરિણામ છે. હાલમાં દીપિકા તેની દીકરી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે, પરંતુ તેની ફિલ્મી કરિયર અટકવાની નથી. તે ટૂંક સમયમાં ફિલ્મ 'કિંગ'માં શાહરૂખ ખાન અને સુહાના ખાન સાથે જોવા મળશે. ચાહકો તેની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને આશા છે કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ રેકોર્ડ તોડશે.