April 8, 2026
બોલિવૂડ

રણવીર સિંહની ફિલ્મ સુપરહિટ છતાં દીપિકા કેમ છે ગાયબ? 21 દિવસના સસ્પેન્સ બાદ એક્ટ્રેસે ખોલ્યું રહસ્ય

01:27:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રણવીર સિંહની ફિલ્મ સુપરહિટ</strong></span> છતાં દીપિકા કેમ છે ગાયબ? 21 દિવસના સસ્પેન્સ બાદ એક્ટ્રેસે ખોલ્યું રહસ્ય</p>

બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય-થ્રિલર ફિલ્મે દેશ અને વિદેશમાં કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે, આ ભવ્ય સફળતા વચ્ચે રણવીરની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણનું સોશિયલ મીડિયા પર મૌન અને તેની ફિલ્મના પ્રીમિયરમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી. રણવીર સિંહ સ્ટારર ‘ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. આ ફિલ્મે 'સ્ત્રી 2', 'જવાન' અને 'પુષ્પા 2' જેવી મોટી ફિલ્મોના રેકોર્ડને મ્હાત આપી છે.

ફિલ્મે અંદાજે 1300 કરોડ થી વધુનો બિઝનેસ કરીને ભારતીય સિનેમાના ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. રણવીર સિંહની સાથે ફિલ્મમાં આર. માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલની એક્ટિંગના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મ 19 માર્ચના રોજ રિલીઝ થઈ હતી, પરંતુ નવાઈની વાત એ હતી કે દીપિકા પાદુકોણે આ ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ શેર કરી નહોતી. એટલું જ નહીં, ફિલ્મની સ્પેશિયલ પ્રીમિયર નાઈટમાં પણ દીપિકા ક્યાંય જોવા મળી નહોતી. પ્રીમિયરને બદલે દીપિકા એક કોન્સર્ટમાં હાજરી આપતી જોવા મળી હતી, જેના કારણે ચાહકોમાં અનેક પ્રકારની શંકાઓ અને સવાલો પેદા થયા હતા.

દીપિકાના આ મૌનને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ અને ટ્રોલ્સે તેને નિશાન બનાવી હતી. કેટલાક ફેન પેજીસ પર એવી પોસ્ટ કરવામાં આવી હતી કે, "દીપિકા કેમ તેના પતિની આટલી મોટી સફળતા પર ચૂપ છે?" લોકોએ એવો અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું હતું કે શું રણવીર અને દીપિકાના સંબંધોમાં બધું બરાબર નથી? આ અટકળોએ સોશિયલ મીડિયા પર ભારે જોર પકડ્યું હતું. 21 દિવસના લાંબા સસ્પેન્સ બાદ આખરે દીપિકા પાદુકોણે પોતાનું મૌન તોડ્યું છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક કોમેન્ટના જવાબમાં સ્પષ્ટતા કરતા લખ્યું કે, "મેં તમારા બધા કરતા પહેલા ફિલ્મ જોઈ લીધી છે, હવે જણાવો કે તમે કોની મજાક ઉડાવી રહ્યા છો?"

દીપિકાના આ એક જ જવાબથી તેની વિરુદ્ધ ચાલી રહેલી તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.આ ફિલ્મમાં રણવીર સિંહે જે પ્રકારનું પાત્ર ભજવ્યું છે, તેની સરખામણી આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારો સાથે થઈ રહી છે. આદિત્ય ધરનું ડાયરેક્શન અને કલાકારોની મજબૂત સ્ટારકાસ્ટને કારણે ‘ધુરંધર 2’ આ વર્ષની સૌથી મોટી હિટ સાબિત થઈ છે. દીપિકાએ પોતે સ્વીકાર્યું છે કે તે ફિલ્મ પહેલેથી જ જોઈ ચુકી છે અને તેને આ ફિલ્મ ગમી છે. ‘ધુરંધર 2’ એ રણવીર સિંહના કરિયરને નવી ઊંચાઈએ પહોંચાડી દીધું છે. ફિલ્મની સફળતાનો જશ્ન અત્યારે આખું બોલિવૂડ મનાવી રહ્યું છે. આગામી દિવસોમાં વધુ કમાણી કરે તેવી અપેક્ષા છે.