April 10, 2026
બોલિવૂડ

દીપિકાનું પત્તુ કપાયું! વિક્કી કૌશલની 800 કરોડની ફિલ્મ ‘મહાવતાર’માં લીડ રોલ માટે શ્રદ્ધા કપૂર તૈયાર

10:48:00 AM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">દીપિકાનું પત્તુ કપાયું! </span>વિક્કી કૌશલની 800 કરોડની ફિલ્મ ‘મહાવતાર’માં લીડ રોલ માટે શ્રદ્ધા કપૂર તૈયાર</p>

બોલીવુડની સૌથી વધુ અપેક્ષિત મિથોલોજિકલ ફિલ્મ ‘મહાવતાર’ (Mahavatar)ની કાસ્ટિંગમાં મોટો ફેરફાર થયો છે. પરશુરામ પર આધારિત આ ફિલ્મમાં વિક્કી કૌશલ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. અગાઉ દીપિકા પાદુકોણને લીડ હિરોઇન તરીકે ફાઈનલ કરવામાં આવી હતી, પરંતુ હવે તેમને રિપ્લેસ કરીને શ્રદ્ધા કપૂરને લીડ રોલ આપવાની તૈયારીઓ ચાલી રહી છે.

મિડ-ડેની રિપોર્ટ અનુસાર, મેડોક ફિલ્મ્સના આ બ્લોકબસ્ટર પ્રોજેક્ટમાં શ્રદ્ધા કપૂર સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. ટીમને લાગે છે કે શ્રદ્ધા આ રોલ માટે એકદમ ફિટ છે. તેઓ સ્ટાર વેલ્યુ અને મજબૂત પ્રેઝન્સ સાથે આવે છે. વિક્કી અને શ્રદ્ધાની જોડી તાજી અને ફ્રેશ હશે કારણ કે બંનેએ અત્યાર સુધી સાથે કામ કર્યું નથી.

શા માટે શ્રદ્ધા પસંદ?

- શ્રદ્ધા કપૂર મેડોક ફિલ્મ્સની ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝીની સફળ અભિનેત્રી છે.
- તેમની પાસે મોટા સ્કેલની મિથોલોજિકલ ફિલ્મ માટે જરૂરી સ્ક્રીન પ્રેઝન્સ છે.
- વિક્કી કૌશલ સાથેની તેમની પેરિંગ દર્શકોને નવી અને આકર્ષક લાગશે.

હજુ સુધી શ્રદ્ધા કપૂર કે મેકર્સ તરફથી આ અંગે કોઈ અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ અંદરોઅંદર વાતચીત ઝડપથી આગળ વધી રહી છે.

ફિલ્મનું બજેટ 800 કરોડ રૂપિયા આસપાસ
‘મહાવતાર’ મેડોક ફિલ્મ્સના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાંનું એક છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મને વિશાળ સ્કેલ પર બનાવવામાં આવી રહી છે. અગાઉ 2026માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને પોસ્ટપોન કરવામાં આવી છે.

ફિલ્મની શૂટિંગ જૂન મહિના પછી શરૂ થવાની સંભાવના છે અને તે 2027માં થિયેટરમાં આવી શકે છે. આ ફિલ્મનું બજેટ 800 કરોડ રૂપિયા આસપાસ હોવાનું કહેવાય છે. શ્રદ્ધા કપૂરની કાસ્ટિંગની પુષ્ટિ થયા પછી આ ફિલ્મ વધુ ચર્ચામાં આવવાની છે. ફેન્સ હવે વિક્કી કૌશલ અને શ્રદ્ધા કપૂરની જોડી જોવા માટે ઉત્સુક છે.