રોમાન્સ અને બ્રેકઅપની પરિભાષા બદલનારી ફિલ્મ 'દેવ ડી'ની વાપસી, 24 એપ્રિલથી માણી શકાશે મોટા પડદા પર....
સિનેમાપ્રેમીઓ માટે એક શાનદાર સમાચાર સામે આવ્યા છે. અનુરાગ કશ્યપના નિર્દેશનમાં બનેલી અને બોલિવૂડમાં રોમાન્સ તથા બ્રેકઅપની પરિભાષા બદલનારી આધુનિક ક્લાસિક ફિલ્મ 'દેવ ડી' પૂરા 17 વર્ષ બાદ ફરી એકવાર મોટા પડદા પર દસ્તક દેવા જઈ રહી છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી આ ફિલ્મે 12થી વધુ એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે અને આજે પણ IMDB પર 7.9 જેવું શાનદાર રેટિંગ ધરાવે છે. અભય દેઓલ, માહી ગિલ અને કલ્કી કોચલિનની દમદાર એક્ટિંગ અને અમિત ત્રિવેદીના યાદગાર સંગીત સાથેની આ ફિલ્મ 24 એપ્રિલ, 2026ના રોજ પીવીઆર ઇનોક્સ સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થશે.
જો તમે આ માસ્ટરપીસને થિયેટરમાં જોવાનું ચૂકી ગયા હોવ, તો આ તમારી પાસે સુવર્ણ તક છે.સિનેમા પ્રેમીઓ અને અનુરાગ કશ્યપના ચાહકો માટે એક ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2009માં રિલીઝ થયેલી અને બોલિવૂડમાં રોમાન્સ તથા બ્રેકઅપની પરિભાષા બદલનારી કલ્ટ ક્લાસિક ફિલ્મ 'દેવ ડી' ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પીવીઆર ઇનોક્સ દ્વારા સોશિયલ મીડિયા પર આ ફિલ્મની રી-રિલીઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અભય દેઓલ, માહી ગિલ અને કલ્કી કોચલિન અભિનીત આ ફિલ્મ આગામી 24 એપ્રિલ, 2026ના રોજ દેશભરના પીવીઆર ઇનોક્સ થિયેટરોમાં પ્રદર્શિત કરવામાં આવશે.
17 વર્ષ પહેલાં જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી, ત્યારે તેણે પોતાની બોલ્ડ સ્ટોરીટેલિંગ અને અનોખા મ્યુઝિકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ એક અવિસ્મરણીય અનુભવ હશે જે ચાહકોને ફરીથી મોટા પડદા પર માણવા મળશે. અનુરાગ કશ્યપના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે, જે આજે પણ યુવાનોમાં એટલું જ લોકપ્રિય છે. દેવદાસની વાર્તાને આધુનિક ઓપ આપીને રજૂ કરાયેલી આ ફિલ્મ ડ્રગ્સ, પસ્તાવો અને જટિલ માનવીય સંબંધોની આસપાસ ફરે છે.