April 1, 2026
ગુજરાત

ગેરકાયદસર પ્રવૃત્તિ કરનારાઓનો હવે ખેર નથી!  3 બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરતી LCB દેવભૂમિ દ્વારકા...

11:50:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ગેરકાયદસર પ્રવૃત્તિ કરનારાઓનો હવે ખેર નથી! </strong></span> 3 બુટલેગરો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરતી LCB દેવભૂમિ દ્વારકા...</p>

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દારૂના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા અને શાંતિ જાળવી રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા એક અત્યંત કડક અને પ્રશંસનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃતિમાં સંડોવાયેલા અને સમાજ માટે જોખમી બનેલા તત્વો વિરુદ્ધ 'પાસા' (PASA) હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ સૂચનાના પગલે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર  બી.જે. સરવૈયાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી દ્વારા જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની ગુનાહિત કુંડળીઓ ખંખેરવામાં આવી હતી. જેમાં દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા ત્રણ રીઢા બુટલેગરોનો ઈતિહાસ તપાસી તેમની વિરુદ્ધ અસરકારક પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.

જિલ્લામાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તેવા હકારાત્મક અભિગમ સાથે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર રાજેશ એમ. તન્નાએ આ દરખાસ્તોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. સમાજમાં દારૂના દૂષણને અટકાવવું અનિવાર્ય જણાતા કલેક્ટરે ત્વરિત નિર્ણય લઈ ત્રણેય બુટલેગરો વિરુદ્ધ પાસાના અટકાયત વોરંટ ઈશ્યુ કર્યા હતા. આ વોરંટ છૂટતાની સાથે જ LCBની ટીમે સક્રિય થઈ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ ઉપયોગ દ્વારા ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી દ્વારા આ વોરંટની બજવણી કરી આરોપીઓને તાત્કાલિક અસરથી અલગ-અલગ જેલોમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેનાથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ સફળ અને ઉદાહરણીય કામગીરીમાં LCBના પી.આઈ. બી.જે. સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભૂપેશ જોટણીયા, PSI બી.એમ. દેવમુરારી અને એસ.વી. કાંબલીયા અને એલ.સી.બી. સ્ટાફના અરજણ મારૂ, હરપાલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, દીપક રાવલીયા, ખીમા કરમુર, શક્તિસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા, મયુર ગોજીયા, ગોવિંદ કરમુર તેમજ પી.સી. સચિન નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, મનહરસિંહ જાડેજા અને મીઠાપુર પોલીસ સ્ટેશનના જયપાલસિંહ સહિતની ટીમે રાત-દિવસ એક કરીને આ ઓપરેશનને પાર પાડ્યું હતું. પોલીસની આ આક્રમક કામગીરીથી જિલ્લાના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની કડક છાપ વધુ મજબૂત બની છે.