April 10, 2026
ગુજરાત

શાબાશ 'ચેક': ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાત પોલીસના ડોગ સ્ક્વોડની ઐતિહાસિક સિદ્ધિ

07:07:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શાબાશ 'ચેક': </strong></span>ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાત પોલીસના ડોગ સ્ક્વોડની ઐતિહાસિક સિદ્ધિ</p>

ગુજરાત પોલીસના ડોગ સ્ક્વોડમાં સામેલ 'ચેક' નામના શ્વાને રાષ્ટ્રીય ફલક પર વિજયનો ડંકો વગાડીને ઇતિહાસ રચી દીધો છે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં 'ચેક' એ ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. નોંધનીય છે કે, રાજ્ય પોલીસના કોઈ શ્વાને પૂરા 16 વર્ષના લાંબા અંતરાલ બાદ રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. દેશભરના 200થી વધુ શ્વાનો વચ્ચે યોજાયેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં 'ચેક' એ પોતાની અદભૂત ટ્રેકિંગ ક્ષમતા અને સ્ફૂર્તિના જોરે વિજેતા બનીને સાબિત કરી દીધું છે કે ગુજરાત પોલીસના શ્વાન પણ વિશ્વસ્તરીય તાલીમ ધરાવે છે.

આ શાનદાર સફળતા બદલ રાજ્યના પોલીસ વડાએ શ્વાન અને તેના હેન્ડલરને વિશેષ સન્માનિત કર્યા છે. ટ્રેકિંગ કેટેગરીમાં દેશભરના વિવિધ રાજ્યો અને પેરામિલિટરી ફોર્સના કુલ 45 શ્રેષ્ઠ શ્વાનો વચ્ચે યોજાયેલી તીવ્ર સ્પર્ધામાં 'ચેક' એ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, તેણે ઓવરઓલ ટ્રેકિંગ કેટેગરીમાં પણ બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની અસાધારણ ક્ષમતાનો પરિચય આપ્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા કે.એલ.એન. રાવે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે શ્વાન ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને પોલીસ ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડને વ્યક્તિગત રીતે મળીને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની મહેનતની પ્રશંસા કરી હતી.

આ સ્પર્ધા માટે ગુજરાત પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 9 શ્વાનોની પસંદગી કરી તેમને વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેમાંથી 6 શ્વાને નાગપુર ખાતે વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ અને ટ્રેકિંગ જેવી વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. ડોગ ટ્રેનિંગ કન્સલ્ટન્ટ કર્નલ ચંદનસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ શ્વાનોને કડક ટ્રેનિંગ શેડ્યૂલ અને યોગ્ય સંભાળ પૂરી પાડવામાં આવી હતી. આ શ્વાનો વિસ્ફોટક શોધ, નાર્કોટિક્સ, ગુનાની તપાસ માટે ટ્રેકિંગ અને પ્રોહિબિશનની કામગીરીમાં પોલીસને મહત્વની મદદ કરી રહ્યા છે. 'ચેક'ની આ જીતથી રાજ્યના પોલીસ દળમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.