April 4, 2026
ગુજરાત

અમદાવાદ- ધંધુકા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, કાર ડિવાઈડર સાથે અથડાતા જ આગનો ગોળો બની ગઈ!

04:30:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અમદાવાદ- ધંધુકા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત,</strong></span> કાર ડિવાઈડર સાથે અથડાતા જ આગનો ગોળો બની ગઈ!</p>

અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. હરીપુરા પાટિયા નજીક પસાર થઈ રહેલી એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શોર્ટ સર્કિટને કારણે કારમાં તુરંત ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, કારમાં સવાર પાંચેય મુસાફરો સમયસૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત એટલો પ્રચંડ હતો કે ડિવાઈડર સાથે અથડાતાની સાથે જ કારના એન્જિનમાં શોર્ટ સર્કિટ થયું હતું. જોતજોતામાં કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. હાઈવે પર ધુમાડાના ગોટેગોટા દેખાતા વાહનચાલકોમાં ફાળ પડી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ, આ કારમાં સવાર તમામ લોકો ગાંધીનગર જિલ્લાના દહેગામના વતની છે. જે સમયે કારમાં આગ લાગી, તે સમયે અંદર પાંચ મુસાફરો સવાર હતા.

જોકે, કાર સળગી ઉઠે તે પહેલા જ તમામ લોકોએ સમયસૂચકતા વાપરીને દરવાજા ખોલી બહાર કૂદી ગયા હતા, જેના કારણે એક મોટી જાનહાનિ ટળી હતી. આ ભયાનક ટક્કરમાં બે વ્યક્તિઓને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. ત્યારબાદ 108 ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધંધુકાની હોસ્પિટલમાં રિફર કર્યા હતા.

કારમાં સવાર લોકો દહેગામથી કોઈ કામ અર્થે નીકળ્યા હતા અને ધંધુકા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. પરિવારના સભ્યો હજુ અકસ્માતના આઘાતમાંથી બહાર આવ્યા નથી, પરંતુ જે રીતે કાર ભસ્મીભૂત થઈ ગઈ છે તે જોતા પાંચેય લોકોનો જીવ બચવો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે કે સ્ટેયરિંગ લોક થવાને કારણે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને લીધે આ અકસ્માત સર્જાયો હતો.