April 1, 2026
ગુજરાત

ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીમાં, રો-મટિરિયલના અભાવે 60% કારખાનાઓને લાગ્યા તાળા

02:27:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ધોરાજીનો પ્લાસ્ટિક ઉદ્યોગ મુશ્કેલીમાં,</span> રો-મટિરિયલના અભાવે 60% કારખાનાઓને લાગ્યા તાળા</strong></p>

વર્તમાન સમયમાં વિશ્વના કોઈપણ ખૂણે થતી ભૌગોલિક-રાજકીય હલચલની સીધી અસર વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડે છે. ખાસ કરીને મિડલ ઈસ્ટ (ખાડી દેશો) માં ચાલતા યુદ્ધને કારણે કાચા માલની આયાત અને નિકાસ ખોરવાઈ જાય છે. ગુજરાતનો લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્ર આંતરરાષ્ટ્રીય બજાર પર નિર્ભર હોવાથી, આવી કટોકટીમાં ઉત્પાદન ખર્ચ વધે છે અથવા કાચા માલની અછતને કારણે એકમો બંધ કરવાની નોબત આવે છે.

ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગ પર "બેવડો માર"

રાજકોટ જિલ્લાનું ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે, પરંતુ હાલ અહીંના ઉદ્યોગકારો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. ધોરાજીમાં પ્લાસ્ટિકના અંદાજે 350 જેટલા કારખાના આવેલા છે. આ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ મુખ્યત્વે ખાડી દેશોમાંથી આવતો હતો, જે યુદ્ધને કારણે બંધ થઈ ગયો છે.

કાચા માલના અભાવે અત્યારે કુલ કારખાનામાંથી 60% જેટલા એકમો બંધ થઈ ગયા છે. અન્ય સ્ત્રોતોમાંથી જે મટિરિયલ ઉપલબ્ધ છે તેના ભાવ એટલા ઊંચા છે કે ઉદ્યોગકારોને તે પરવડે તેમ નથી. રો-મટિરિયલની અછતની સાથે સાથે ગેસની સપ્લાય પણ ખોરવાઈ હોવાથી ઉત્પાદન પ્રક્રિયા સાવ થંભી ગઈ છે. કામકાજ બંધ હોવા છતાં કારખાનેદારોએ મજૂરોને પગાર ચૂકવવો પડી રહ્યો છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે.

સરકાર પાસે મદદની આશા

સ્થાનિક ઉદ્યોગકારોનું કહેવું છે કે જો સરકાર આ બાબતે સત્વરે હસ્તક્ષેપ કરીને કોઈ રાહત પેકેજ કે વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરે, તો આગામી દિવસોમાં ધોરાજીના તમામ પ્લાસ્ટિક કારખાનાઓ કાયમી ધોરણે બંધ થઈ જવાની ભીતિ છે. હજારો શ્રમિકોની રોજીરોટી પર પણ આ વિવાદને કારણે જોખમ ઊભું થયું છે.