April 1, 2026
બોલિવૂડ

બોક્સ ઓફિસ પર માર્ચ એન્ડિંગનો મહા-ધડાકો: 'ધુરંધર 2' એ માત્ર 7 દિવસમાં ₹1000 કરોડની કમાણી કરી ઈતિહાસ રચ્યો

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p>બોક્સ ઓફિસ પર માર્ચ એન્ડિંગનો મહા-ધડાકો:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong> 'ધુરંધર 2' એ માત્ર 7 દિવસમાં ₹1000 કરોડની કમાણી કરી ઈતિહાસ રચ્યો</strong></span></p>

ભારતીય સિનેમા જગત માટે વર્ષ 2026નું માર્ચ એન્ડિંગ અત્યંત ફળદાયી સાબિત થયું છે. બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ (ધુરંધર: ધ રિવેન્જ) એ બોક્સ ઓફિસ પર તમામ જૂના રેકોર્ડ્સ ધ્વસ્ત કરી દીધા છે. આ ફિલ્મે તેની રિલીઝના માત્ર એક અઠવાડિયામાં જ વિશ્વભરમાંથી ₹1000 કરોડથી વધુની કમાણી કરી નવો ઇતિહાસ રચ્યો છે. રણવીર સિંહની આ ફિલ્મે સૌથી ઝડપી ₹1000 કરોડની કમાણી કરવાના મામલે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા 2’ ના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

બંને ફિલ્મોએ આ જાદુઈ આંકડો સ્પર્શવા માટે માત્ર 7 દિવસનો સમય લીધો છે,  રણવીર સિંહના કરિયરની આ સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ રહી છે, જેણે બોક્સ ઓફિસ પર સુનામી જેવો માહોલ સર્જ્યો છે.  7 દિવસની કુલ કમાણીના આંકડામાં ‘પુષ્પા 2’ હજુ પણ સહેજ આગળ છે. ‘પુષ્પા 2’ એ તેના પ્રથમ સપ્તાહમાં 1011.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘ધુરંધર 2’ આ આંકડાની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. આ બંને ફિલ્મો વચ્ચેની આ સ્પર્ધાએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ માર્કેટમાં કદમાં મોટો વધારો કર્યો છે.

સામાન્ય રીતે માર્ચ મહિનો નાણાકીય વર્ષના અંતને કારણે ફિલ્મો માટે ધીમો માનવામાં આવે છે, પરંતુ ‘ધુરંધર 2’ એ આ ધારણા ખોટી સાબિત કરી છે. વીકએન્ડ દરમિયાન ફિલ્મે અભૂતપૂર્વ દેખાવ કર્યો અને સિંગલ સ્ક્રીનથી લઈને મલ્ટિપ્લેક્સ સુધીના તમામ શો હાઉસફુલ રહ્યા હતા. રણવીર સિંહના પાવર-પેક્ડ પરફોર્મન્સ અને ફિલ્મના મેકિંગે પ્રેક્ષકોને જકડી રાખ્યા છે.ભારત ઉપરાંત ઓવરસીઝ માર્કેટમાં પણ ફિલ્મ જોરદાર કમાણી કરી રહી છે. યુએસ, યુકે અને ગલ્ફ દેશોમાં ‘ધુરંધર 2’ એ અન્ય ફિલ્મો કરતા વધુ સારી ઓપનિંગ મેળવી છે.

વિદેશી ધરતી પર રણવીર સિંહની લોકપ્રિયતા અને ફિલ્મના એક્શન સીન્સ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે, જેનો સીધો ફાયદો કલેક્શનમાં જોવા મળી રહ્યો છે.આગામી દિવસોમાં ફિલ્મ હજુ પણ મોટા રેકોર્ડ તોડે તેવી પ્રબળ શક્યતા છે. જે રીતે ફિલ્મની ગતિ છે, તે જોતા તે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ટોચની ફિલ્મોની યાદીમાં ગૌરવભર્યું સ્થાન મેળવી શકે છે. સિનેમા જગતના નિષ્ણાતો માની રહ્યા છે કે બીજા સપ્તાહમાં પણ ફિલ્મનો ક્રેઝ યથાવત રહેશે.