'ધુરંધર 2' ની આંધી! બીજા દિવસે પણ બોક્સ ઓફિસ ગજવ્યું, 330 કરોડ સાથે રણવીર સિંહ છવાયો
બોલિવૂડના પાવરહાઉસ ગણાતા અભિનેતા રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મે તેની રજૂઆતના પ્રથમ બે દિવસમાં જ પ્રેક્ષકોને ઘેલું લગાડ્યું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં અંદાજેની કમાણીનો આંકડો પાર કરી લીધો છે, જે રણવીર સિંહની કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ સાબિત થઈ રહી છે. ફિલ્મની આ ગ્રાન્ડ સક્સેસને પગલે રણવીર સિંહ અત્યારે ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ રણવીરને 'ધુરંધર 2' ની સફળતા માટે વધામણી આપી રહ્યા છે. રણવીર પોતે પણ આ મોટી જીતની ઉજવણી કરી રહ્યો છે અને ચાહકોનો આભાર માની રહ્યો છે. ફિલ્મની આ શાનદાર કમાણીએ સાબિત કરી દીધું છે કે રણવીરનો જાદુ બોક્સ ઓફિસ પર આજે પણ અકબંધ છે. બીજી તરફ, રણવીરની પત્ની અને સુપરસ્ટાર દીપિકા પાદુકોણે ભલે સોશિયલ મીડિયા પર ફિલ્મ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ તે રણવીરના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી હતી.
દીપિકા તાજેતરમાં મુંબઈમાં જાણીતા સિતાર વાદક રિષભ રખીરામ શર્માના મ્યુઝિક કોન્સર્ટમાં પહોંચી હતી. અહીં તે તેની સાસુ અંજુ ભવનાની અને નણંદ રિતિકા ભવનાની સાથે સંગીતનો આનંદ લેતી જોવા મળી હતી. મ્યુઝિક કોન્સર્ટમાં દીપિકાનો અલગ અને શાંત અંદાજ જોવા મળ્યો હતો. રણવીરની ફિલ્મની સફળતા અને દીપિકાનો આ પારિવારિક અંદાજ જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 'ધુરંધર 2' આગામી દિવસોમાં કમાણીના નવા કયા કીર્તિમાન સ્થાપે છે તેના પર સૌની નજર ટકેલી છે