April 1, 2026
બોલિવૂડ

બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'નો દબદબો: ઈદના દિવસે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત!

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p>બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'નો દબદબો: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ઈદના દિવસે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત!</strong></span></p>

સમગ્ર દેશમાં હાલ ફિલ્મ ધુરંધર 2’ નો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ માટે ‘ફાયર’ ગણાતી આ ફિલ્મ રિલીઝ બાદ હવે બોક્સ ઓફિસ પર ‘ડાયનામાઈટ’ સાબિત થઈ રહી છે. થિયેટરો ૨૪ કલાક ચાલુ હોવા છતાં તમામ શો હાઉસફૂલ જઈ રહ્યા છે. બુધવારના પ્રીવ્યૂ શોથી શરૂ થયેલી આ વિજયકૂચ શનિવાર (ઈદ) સુધીમાં બોલીવુડના તમામ જૂના રેકોર્ડ્સને ધ્વસ્ત કરી ચૂકી છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં ‘ધુરંધર 2’ એ એક નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. શુક્રવાર સુધીમાં ફિલ્મે 226 કરોડનું નેટ ઈન્ડિયા કલેક્શન કર્યું હતું, જે શનિવારે સાંજે 7 વાગ્યા સુધીમાં 80 કરોડના વધારા સાથે 300  કરોડનો આંકડો પાર કરી ગયું છે.

ખાસ વાત એ છે કે, આ સિદ્ધિ ફિલ્મે માત્ર 3 દિવસમાં હાંસલ કરી છે. આ પહેલા સૌથી ઝડપી ૩૦૦ કરોડ કમાવવાનો રેકોર્ડ અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' (5દિવસ) અને શાહરૂખ ખાનની 'જવાન' (6 દિવસ) ના નામે હતો. પરંતુ ‘ધુરંધર 2’ એ આ બંને દિગ્ગજ ફિલ્મોને પાછળ છોડીને ઇતિહાસ રચ્યો છે. વર્ષ 2014માં આમિર ખાનની 'PK' એ જ્યારે પહેલીવાર 300 કરોડનું કલેક્શન કર્યું હતું, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે કોઈ ફિલ્મ માત્ર ૩ દિવસમાં આ આંકડો વટાવી જશે.

શનિવારે ઈદના તહેવાર નિમિત્તે થિયેટરોમાં પ્રચંડ ભીડ જોવા મળી રહી છે. શનિવારનો દિવસ બોલીવુડના ઇતિહાસનો સૌથી મોટો કમાણી કરનારો દિવસ સાબિત થવા જઈ રહ્યો છે. ફિલ્મના એક્શન સીન્સ, પ્લોટ અને કલાકારોના પર્ફોર્મન્સે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ બોક્સ ઓફિસ પર સફળતાના નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. આગામી રવિવારના કલેક્શન બાદ આ આંકડો હજુ પણ આશ્ચર્યજનક ઊંચાઈએ પહોંચવાની શક્યતા છે.