સરહદ પાર 'ધુરંધર 2'નો જાદુ.....પાકિસ્તાનના ખૂણે-ખૂણે ચોરી-છુપે વાયરલ થઈ ભારતીય ફિલ્મ
બોક્સ ઓફિસ પર સુનામી લાવનાર રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' અત્યારે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સરહદ પાર પાકિસ્તાનમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની છે. આતંકવાદ અને રાષ્ટ્રવાદના વિષય પર બનેલી આ ફિલ્મ પર પાકિસ્તાન સરકારે સત્તાવાર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, ત્યાંના દર્શકોમાં ફિલ્મ જોવાની ઘેલછા અટકવાનું નામ નથી લેતી. રિલીઝના ગણતરીના કલાકોમાં જ ફિલ્મનું પાયરેટેડ વર્ઝન પાકિસ્તાની સોશિયલ મીડિયા અને વેબસાઈટ્સ પર વાયરલ થઈ ગયું છે.
લાહોરથી લઈને કરાચી સુધી, પાકિસ્તાની જનતા ચોરી-છુપે આ બ્લોકબસ્ટર ફિલ્મ જોઈ રહી છે, જેના પુરાવા ખુદ ત્યાંના પત્રકારોના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી મળી રહ્યા છે.આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો છે. જોકે, સૌથી ચોંકાવનારા સમાચાર પાકિસ્તાનથી સામે આવ્યા છે.
ભારત સાથેના તણાવપૂર્ણ સંબંધો અને ભારતીય ફિલ્મો પરના સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં, પાકિસ્તાની દર્શકો ચોરી-છુપે આ ફિલ્મ જોઈ રહ્યા છે.'ધુરંધર: ધ રિવેન્જ' પાકિસ્તાનના સિનેમાઘરોમાં રિલીઝ થઈ નથી, પરંતુ ત્યાંના ચાહકોમાં રણવીર સિંહ અને આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, રિલીઝના પહેલા જ દિવસે પાકિસ્તાનમાં ફિલ્મનું પાયરેટેડ વર્ઝન પહોંચી ગયું હતું. લોકો ગેરકાયદેસર રીતે ફિલ્મ ડાઉનલોડ કરીને પોતાના ઘરે બેસીને આ હાઈ-વોલ્ટેજ એક્શન ડ્રામાની મજા માણી રહ્યા છે.
એક તરફ પાકિસ્તાન પાયરેસીનો સહારો લઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ ભારતમાં ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 'ધુરંધર ૨' એ ભારતમાં પહેલા જ દિવસે શાનદાર ઓપનિંગ કરીને બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. અગાઉ 'ધુરંધર પાર્ટ 1' ને પણ પાકિસ્તાનમાં આવી જ રીતે પાયરેસી દ્વારા જોવામાં આવી હતી.છતાં પાકિસ્તાની જનતામાં ભારતીય પ્રોડક્શનની ગુણવત્તા અને રણવીર સિંહના અભિનયને લઈને ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે.