વ્યૂઝના મામલે 'ધુરંધર'ના આ ગીતે મારી બાજી: એક અઠવાડિયામાં 33 મિલિયન વ્યૂઝ, તોડ્યા અનેક રેકોર્ડ્સ

બોલિવૂડમાં સામાન્ય રીતે ફિલ્મો તેની વાર્તા કે એક્શનથી ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ 'ધુરંધર' અને 'ધુરંધર 2' એ સંગીતની દુનિયામાં એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ બંને ફિલ્મોના મળીને કુલ 20થી વધુ ગીતોએ સોશિયલ મીડિયા અને મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર ધૂમ મચાવી છે. ખાસ વાત એ છે કે, આ આલ્બમના તમામ ગીતોએ સ્પોટિફાય ગ્લોબલ ટોપ 200માં સ્થાન મેળવીને વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. જેમાં 'શરારત' અને 'ગહેરા હુઆ' જેવા ગીતોએ વ્યૂઝના મામલે મિલિયનનો આંકડો પાર કરીને યૂટ્યુબ ચાર્ટ્સ પર પોતાનું એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. સંગીત પ્રેમીઓ માટે આ ફિલ્મ હવે માત્ર સિનેમા નહીં, પણ એક ભવ્ય મ્યુઝિકલ ટ્રીટ બની ગઈ છે.
બોલિવૂડ સાઉન્ડટ્રેક માટે આ એક અસાધારણ સિદ્ધિ છે, આ ગીતો વૈશ્વિક સ્તરે સાંભળવામાં આવી રહ્યા છે. બંને પાર્ટ્સના ગીતોની સરખામણી કરવામાં આવે તો 'શરારત' ગીતે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. સારેગામા મ્યુઝિક ચેનલ પર આ ગીતે 468 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવીને ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુટ્યુબ વીકલી ચાર્ટ્સમાં પણ આ ગીત છેલ્લા 17 અઠવાડિયાથી સતત ટોપ પોઝિશન પર યથાવત છે. 'શરારત' ગીતની લોકપ્રિયતા એટલી હદે છે કે તેને દર અઠવાડિયે સરેરાશ 33 મિલિયન નવા વ્યૂઝ મળી રહ્યા છે.
વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર આ ગીત સૌથી વધુ વપરાતા ઓડિયો ટ્રેક પૈકીનું એક બની ગયું છે, જે તેની પોપ્યુલારિટીમાં સતત વધારો કરી રહ્યું છે. સફળતાની યાદીમાં બીજા ક્રમે 'ધુરંધર 1' નું 'ગહેરા હુઆ' ગીત છે. અરિજીત સિંહે ગાયેલા આ ગીતને 203 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. રિલીઝના 18 અઠવાડિયા બાદ પણ આ ગીત દર અઠવાડિયે આશરે 32 મિલિયન વ્યૂઝ મેળવી રહ્યું છે, જે દર્શકોમાં તેની લોન્ગ-ટર્મ લોકપ્રિયતા સાબિત કરે છે.એકંદરે જોઈએ તો, 'ધુરંધર' ફ્રેન્ચાઇઝીએ મ્યુઝિક ચાર્ટ્સ પર પોતાનું એકહથ્થુ શાસન સ્થાપિત કર્યું છે. એક મોટી મ્યુઝિકલ બ્રાન્ડ ઊભી કરવામાં સફળતા મેળવી છે.