આદિત્ય ધરે કહાની ચોરી કરીને બનાવી ‘ધુરંધર 2’? રાઈટરનો આરોપ, કહ્યું- પ્રૂફ છે, લઈશું લીગલ એક્શન
આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી રહી છે અને ઘણા રેકોર્ડ તોડી રહી છે. પરંતુ આ સફળતાની વચ્ચે જ ફિલ્મને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે.
રાઈટર અને ફિલ્મમેકર સંતોષ કુમાર આર.એસ.એ આદિત્ય ધર પર ‘ધુરંધર 2’ની કહાની ચોરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તેમણે 2023માં લખી હતી અને આદિત્ય રોય કપૂર સાથે ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. પરંતુ આદિત્ય ધરે તેમની કહાની ચોરી કરીને ફિલ્મ બનાવી લીધી છે.
🚨 Story of an UNKNOWN MAN:
— Raj (@idfcwau) March 31, 2026
claims he wrote Dhurandhar 2's script in 2023, Aditya Dhar stole it, made for entertainment, he turned it into political propaganda pic.twitter.com/CxvC79H4U7
સંતોષ કુમારે શું કહ્યું?
મીડિયા સાથે વાતચીતમાં સંતોષ કુમારે કહ્યું, “મેં 2023માં ઘણી મહેનતથી આ સ્ક્રિપ્ટ લખી હતી. મેં તેને સોની પિક્ચર્સ, ઝી સ્ટુડિયોઝ, ટી-સિરીઝ અને ધર્મા પ્રોડક્શન્સ સહિત અનેક મોટા પ્રોડક્શન હાઉસને સંભળાવી હતી. હું આદિત્ય રોય કપૂરને લીડ રોલમાં લેવા માંગતો હતો.”
તેમણે વધુમાં જણાવ્યું કે નવેમ્બર 2023માં તેમણે આ સ્ક્રિપ્ટને સ્ક્રીનરાઈટર્સ એસોસિએશનમાં ઔપચારિક રીતે રજિસ્ટર કરાવી હતી. તેમની પાસે ઈમેલ રેકોર્ડ્સ, દસ્તાવેજો અને અન્ય પ્રૂફ પણ છે.
સંતોષ કુમારે કહ્યું, “ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે આ મારી જ કહાની છે. મેં તેને સિનેમા અને એન્ટરટેઈનમેન્ટ માટે લખી હતી, પરંતુ તેમણે તેને પોલિટિકલ પ્રોપેગેન્ડા બનાવી દીધી છે. આથી મને ખૂબ દુઃખ થયું છે. હું આ ફિલ્મ સામે લીગલ એક્શન લઈશ.”
હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી
આ આરોપો અંગે આદિત્ય ધર કે ‘ધુરંધર 2’ના મેકર્સ તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિસાદ આવ્યો નથી.