April 1, 2026
લાઈફ સ્ટાઇલ

બાથરૂમ’ અને ‘વોશરૂમ’ વચ્ચે શું તફાવત છે?  જાણીને તમે પણ કન્ફ્યુઝનમાંથી બહાર આવી જશો!

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બાથરૂમ’ અને ‘વોશરૂમ’ વચ્ચે શું તફાવત છે?</strong></span>  જાણીને તમે પણ કન્ફ્યુઝનમાંથી બહાર આવી જશો!</p>

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે ઘરે 'બાથરૂમ' કહીએ છીએ, પણ મોલ કે ઓફિસમાં તેને 'વોશરૂમ' કેમ કહેવામાં આવે છે? ઘણા લોકો આ બંને શબ્દોને એક જ માને છે અને ગમે ત્યાં ગમે તે શબ્દનો ઉપયોગ કરે છે. પરંતુ વાસ્તવમાં આ બંને વચ્ચે એક મોટો ટેકનિકલ તફાવત છે. જો તમે પણ આ શબ્દો વચ્ચે મૂંઝવણ અનુભવો છો, તો જાણો, બાથરૂમ અને વોશરૂમ વચ્ચેનો એ અસલી તફાવત જે કદાચ અત્યાર સુધી તમને ખબર નહીં હોય!

દૈનિક જીવનમાં આપણે ‘બાથરૂમ’ અને ‘વોશરૂમ’ શબ્દોનો ઉપયોગ વારંવાર કરીએ છીએ, પરંતુ મોટાભાગના લોકો આ બંને વચ્ચેનો ટેકનિકલ તફાવત જાણતા નથી. ખાસ કરીને જ્યારે આપણે શોપિંગ મોલ, હોટલ કે એરપોર્ટ પર જઈએ છીએ, ત્યારે સાઇનબોર્ડ પર લખેલા આ શબ્દો ઘણીવાર મૂંઝવણ ઉભી કરે છે. આજે અમે તમને જણાવીશું કે આ બંને શબ્દો કઈ રીતે એકબીજાથી અલગ પડે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં વોશરૂમ ટેકનોલોજી દુનિયામાં સૌથી આગળ છે. ત્યાંના વોશરૂમમાં સીટ ગરમ કરવાની સુવિધા, ઓટોમેટિક ઢાંકણું ખુલવું, અને મ્યુઝિક સિસ્ટમ પણ હોય છે, હવે જ્યારે પણ તમે કોઈ જાહેર સ્થળે સાઇનબોર્ડ જોશો, ત્યારે તમે સરળતાથી સમજી શકશો કે કઈ જગ્યા કયા હેતુ માટે છે. શબ્દોનો સાચો ઉપયોગ તમારી જાણકારીમાં વધારો કરે છે અને મૂંઝવણ દૂર કરે છે.

‘બાથરૂમ’ એટલે શું?

શબ્દના મૂળમાં જઈએ તો ‘બાથરૂમ’માં ‘બાથ’ એટલે કે સ્નાનનો અર્થ છુપાયેલો છે. બાથરૂમ એ એવી જગ્યા છે જ્યાં સ્નાન કરવા માટેની તમામ સુવિધાઓ જેવી કે શાવર, બાથટબ અને વોશબેસિન ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતા એટેચ બાથરૂમમાં શૌચાલયની સુવિધા પણ હોય છે. તેથી લોકો ઘણીવાર શૌચાલય માટે ‘બાથરૂમ’ શબ્દ વાપરે છે, જે ટેકનિકલી સ્નાન કરવાની સુવિધા ધરાવતી જગ્યા માટે જ વાપરવો જોઈએ.

‘વોશરૂમ’ નો સાચો અર્થ

બીજી તરફ ‘વોશરૂમ’ શબ્દ ‘વોશ’ એટલે કે પોતાને સાફ કરવા પરથી આવ્યો છે. વોશરૂમમાં મુખ્યત્વે ટોયલેટ, વોશબેસિન અને યુરિનલની સુવિધા હોય છે, પરંતુ ત્યાં સ્નાન કરવા માટે શાવર કે બાથટબ હોતા નથી. વોશરૂમ મોટાભાગે જાહેર સ્થળો જેવા કે ઓફિસ, મોલ, સિનેમા હોલ અને રેલવે સ્ટેશન પર જોવા મળે છે, જ્યાં લોકો ફ્રેશ થવા કે હાથ-મોઢું ધોવા માટે જતા હોય છે.