BB, CC અને DD ક્રીમ શું છે? જાણો આ ત્રણેય વચ્ચેનો તફાવત અને તમારી સ્કીન માટે કઈ છે બેસ્ટ
આજના વ્યસ્ત સમયમાં બ્યુટી રૂટિનને સરળ બનાવવા માટે BB, CC અને DD ક્રીમ ખૂબ જ લોકપ્રિય બની છે. આ ક્રીમ્સ સ્કીન કેર અને મેકઅપ બંનેનું કામ એકસાથે કરે છે, તેથી તેને 'મલ્ટી-ટાસ્કિંગ પ્રોડક્ટ્સ' કહેવામાં આવે છે. જોકે, ઘણા લોકો આ ત્રણેયને એક સમાન ગણીને ભૂલ કરી બેસે છે. વાસ્તવમાં, આ ત્રણેયનું કામ અને સ્કીન પર થતી અસર અલગ-અલગ હોય છે.
BB ક્રીમ: નેચરલ લુક અને હળવો મેકઅપ
BB ક્રીમ એટલે કે 'બ્યુટી બામ' અથવા 'બ્લેમિશ બામ'. જે લોકોને ભારે મેકઅપ ગમતો નથી તેમના માટે આ પરફેક્ટ છે. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે નાના ડાઘ-ધબ્બા છુપાવે છે અને સ્કીન ટોનને એકસમાન બનાવે છે. જો તમારે ઓફિસ કે કોલેજ માટે નેચરલ ગ્લો જોઈતો હોય, તો BB ક્રીમ ઉત્તમ વિકલ્પ છે. તેમાં SPF પણ હોય છે, જે સૂર્યના કિરણોથી હળવું રક્ષણ આપે છે.
CC ક્રીમ: પિગ્મેન્ટેશન અને ડાર્ક સ્પોર્ટ્સ માટે
CC ક્રીમ એટલે કે 'કલર કરેક્ટર'. આ ક્રીમ ખાસ કરીને એવા લોકો માટે છે જેમના ચહેરા પર લાલિમા (Redness), પિગ્મેન્ટેશન અથવા ડાર્ક સ્પોર્ટ્સ હોય. જો તમારી ત્વચાનો રંગ અસમાન હોય, તો CC ક્રીમ તેને સરખો અને સાફ લુક આપે છે. તે BB ક્રીમ કરતા થોડું વધારે કવરેજ પૂરું પાડે છે અને સ્કીન ટેક્સચરને સુધારે છે.
DD ક્રીમ: એન્ટી-એજિંગ અને એક્સ્ટ્રા પ્રોટેક્શન
DD ક્રીમ એટલે કે 'ડેઈલી ડિફેન્સ' અથવા 'ડાયનેમિક ડૂ-ઓલ'. આ ક્રીમ BB અને CC ક્રીમ કરતા એક ડગલું આગળ છે. તેમાં એન્ટી-એજિંગ પ્રોપર્ટીઝ, સ્કીન ટાઇટનિંગ અને ઓઇલ કંટ્રોલ જેવા ગુણો હોય છે. જો તમારી ત્વચા પર ફાઈન લાઈન્સ દેખાવા લાગી હોય અથવા તમે લોંગ-ટર્મ સ્કીન પ્રોટેક્શન ઈચ્છતા હોવ, તો DD ક્રીમ શ્રેષ્ઠ છે. જોકે, ખૂબ નાની ઉંમરની ત્વચા માટે તેની જરૂર હોતી નથી.
નિષ્ણાતોની સલાહ: તમારી સ્કીન મુજબ પસંદગી કરો
બધાની સ્કીન ટાઇપ અલગ હોય છે, તેથી કોઈ એક ક્રીમ દરેક માટે યોગ્ય નથી હોતી. નિષ્ણાતોના મતે, ડ્રાય અથવા નોર્મલ સ્કીન માટે BB ક્રીમ સારી છે, જ્યારે અસમાન ટોન માટે CC ક્રીમ અને એજિંગ સ્કીન માટે DD ક્રીમ પસંદ કરવી જોઈએ. ઘણા લોકો હાઇડ્રેશન અને કવરેજ બંને મેળવવા માટે BB અને CC ક્રીમને મિક્સ કરીને પણ ઉપયોગ કરતા હોય છે.