April 3, 2026
ગુજરાત

ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાની રાજકારણમાં એન્ટ્રી : લોધિકા બેઠક પર નોંધાવી દાવેદારી...

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાની રાજકારણમાં એન્ટ્રી :</strong></span> લોધિકા બેઠક પર નોંધાવી દાવેદારી...</p>

રાજકોટ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને અત્યારથી જ રાજકીય માહોલ તેજ બન્યો છે, ત્યારે લોધિકા બેઠક પર એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના પુત્ર દિલીપ સરવૈયાએ આ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવીને રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. લોકપ્રિયતાના વારસા સાથે મેદાનમાં ઉતરેલા દિલીપ સરવૈયાની આ જાહેરાતથી સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. તેમણે સત્તાવાર રીતે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું છે કે જો પક્ષ તેમના પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપશે, તો તેઓ જનતાના પ્રશ્નોને વાચા આપવા અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રહેશે.

પોતાની દાવેદારી અંગે વાત કરતા દિલીપ સરવૈયાએ હકારાત્મક અભિગમ સાથે જણાવ્યું હતું કે, લોધિકા વિસ્તારમાં હાલમાં કોઈ જટિલ સમસ્યાઓ નથી, પરંતુ વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને અત્યાર સુધી થયેલા વિકાસના કાર્યોને વધુ ગતિશીલ બનાવવાનો છે. લોકોના વિશ્વાસને પોતાની મૂડી ગણાવતા તેમણે ઉમેર્યું કે, પિતા ધીરુભાઈ સરવૈયાએ જે રીતે લોકોના ચહેરા પર સ્મિત રેલાવવાનું કામ કર્યું છે, તે જ રીતે તેઓ લોકોની સેવા કરીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષ આ યુવા ચહેરા પર પસંદગીનો કળશ ઢોળે છે કે કેમ, પરંતુ હાલ તો લોધિકા પંથકમાં તેમના નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.