April 8, 2026
ગુજરાત

ઈડરની દિવ્યા સોલંકીએ રાષ્ટ્રીય સ્તરે મેળવી સિદ્ધિ: BLIS માં આખા ભારતમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ જીત્યો

02:02:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઈડરની દિવ્યા સોલંકીએ રાષ્ટ્રીય સ્તરે મેળવી સિદ્ધિ:</span> BLIS માં આખા ભારતમાં પ્રથમ આવી ગોલ્ડ મેડલ જીત્યો</strong></p>

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની દીકરી દિવ્યા સોલંકીએ શૈક્ષણિક ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી સાબરકાંઠા અને ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના 39 મા પદવીદાન સમારોહમાં દિવ્યાએ BLIS ના અભ્યાસક્રમમાં સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમ હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. 

લાખો વિદ્યાર્થીઓ વચ્ચે ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક

દિલ્હી સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી IGNOU દ્વારા સંચાલિત BLIS (બેચલર ઓફ લાઈબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ) અભ્યાસક્રમમાં દર વર્ષે દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ નોંધાતા હોય છે. આ અત્યંત સ્પર્ધાત્મક અભ્યાસક્રમમાં દિવ્યા સોલંકીએ પોતાની મહેનત અને લગનથી સર્વોચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે. અમદાવાદ ખાતે યોજાયેલા યુનિવર્સિટીના 39 મા પદવીદાન સમારોહમાં તેને આ ગૌરવશાળી ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

શિક્ષક પિતાની દીકરીએ સોલંકી પરિવારનું નામ દીપાવ્યું

દિવ્યાના પિતા બી.એસ. સોલંકી ઈડર તાલુકાના વિરપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે ફરજ બજાવે છે. પિતાના શૈક્ષણિક વાતાવરણ અને માર્ગદર્શન હેઠળ દિવ્યાએ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરીને આ રાષ્ટ્રીય સિદ્ધિ મેળવી છે. એક શિક્ષકની દીકરીએ શૈક્ષણિક ક્ષેત્રે મેળવેલી આ ઉંચી ઉડાનથી સોલંકી પરિવાર અને વિરપુર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના શૈક્ષણિક જગતમાં આનંદની લહેર

સાબરકાંઠાની દીકરીએ રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીત્યાના સમાચાર મળતા જ જિલ્લાના શૈક્ષણિક જગત, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા દિવ્યા અને તેના પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. અનેક લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દિવ્યાની આ સફળતાને બિરદાવી છે. દિવ્યાએ સાબિત કરી દીધું છે કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ જો યોગ્ય દિશામાં મહેનત કરે તો રાષ્ટ્રીય ફલક પર શ્રેષ્ઠ દેખાવ કરી શકે છે.