April 5, 2026
વ્યાપાર

શું તમે EMI ભરો છો? તો જાણી લો તેનું આખું નામ, 99% લોકો હજુ પણ છે અજાણ!

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું તમે EMI ભરો છો? </strong></span>તો જાણી લો તેનું આખું નામ, 99% લોકો હજુ પણ છે અજાણ!</p>

આજના આધુનિક યુગમાં મોંઘી વસ્તુઓ ખરીદવી હવે મધ્યમ વર્ગ માટે સ્વપ્ન નથી રહી, અને તેનું મુખ્ય કારણ છે 'EMI'. સ્માર્ટફોનથી લઈને ઘરના ફર્નિચર સુધીની દરેક વસ્તુ લોકો હવે હપ્તેથી ખરીદવાનું પસંદ કરે છે. ખાસ કરીને આઈફોન જેવા મોંઘા ગેજેટ્સ ખરીદવા માટે EMI એક વરદાન સામાન સાબિત થયું છે. જોકે, નવાઈની વાત એ છે કે દર મહિને બેંકમાં હપ્તા ભરતા 99% લોકો હજુ પણ EMI ના સાચા પૂરા નામથી અજાણ છે. સામાન્ય રીતે જ્યારે કોઈને EMI નું ફૂલ ફોર્મ પૂછવામાં આવે ત્યારે મોટાભાગના લોકો તેને 'Easy Monthly Installment' તરીકે ઓળખાવે છે. સાંભળવામાં આ નામ સાચું લાગે છે કારણ કે તે હપ્તા ભરવાની પ્રક્રિયાને 'સરળ' બનાવે છે, પરંતુ ટેકનિકલ અને બેંકિંગની ભાષામાં આ તદ્દન ખોટું છે.

EMI નો સાચો અર્થ અને ફૂલ ફોર્મ 'Equated Monthly Installment' થાય છે. જ્યારે તમે કોઈ લોન લો છો, ત્યારે બેંક મુદ્દલ રકમ અને તેના પર લાગતા વ્યાજને ભેગા કરી તેને લોનના સમયગાળા સાથે ભાગી નાખે છે. આ પ્રક્રિયાને કારણે દર મહિને તમારે ચૂકવવાની થતી રકમ એકસરખી એટલે કે 'Equated' રહે છે. શરૂઆતના હપ્તાઓમાં વ્યાજનો ભાગ વધુ હોય છે, જ્યારે લોન પૂરી થવા આવે ત્યારે મુદ્દલ રકમનો ભાગ વધતો જાય છે, પરંતુ તમારો હપ્તો બદલાતો નથી. આ ક્રેડિટ સિસ્ટમનો ઈતિહાસ તપાસીએ તો જાણવા મળે છે કે EMI નો કોન્સેપ્ટ સૌથી પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) માં શરૂ થયો હતો. 1970 ના દાયકામાં અમેરિકામાં ગ્રાહકોને આકર્ષવા માટે હપ્તા પદ્ધતિ ખૂબ લોકપ્રિય બની હતી.

જોકે, EMI ની સુવિધા જેટલી આકર્ષક છે, તેટલી જ તે જોખમી પણ સાબિત થઈ શકે છે. ઘણા લોકો પોતાની આવક કરતા વધુ EMI ના હપ્તા બાંધી લે છે, જેના કારણે અંતે તેઓ દેવાના ચક્રમાં ફસાઈ જાય છે. નિષ્ણાતો સલાહ આપે છે કે EMI પર કંઈપણ ખરીદતા પહેલા બેંકના પ્રોસેસિંગ ચાર્જ અને છુપાયેલા વ્યાજ દરો વિશે ચોક્કસ માહિતી મેળવી લેવી જોઈએ. 'Easy' લાગતો હપ્તો ક્યારેક ખિસ્સા પર ભારે પડી શકે છે. આમ, ભલે આપણે તેને 'Easy Monthly Installment' કહીને મન મનાવી લઈએ, પણ હકીકતમાં તે 'Equated' એટલે કે સમાન હપ્તાઓની ગણતરી છે.