April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

165 વર્ષમાં જે ક્યારેય નથી થયું તે હવે થશે! હવે ડોલર પર દેખાશે ટ્રમ્પના હસ્તાક્ષર, યુદ્ધ વચ્ચે અમેરિકાના આ નિર્ણય પાછળનું અસલી કારણ શું?

08:45:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>165 વર્ષમાં જે ક્યારેય નથી થયું તે હવે થશે! </strong></span>હવે ડોલર પર દેખાશે ટ્રમ્પના હસ્તાક્ષર, <strong>યુદ્ધ વચ્ચે અમેરિકાના આ નિર્ણય પાછળનું અસલી કારણ શું?</strong></p>

અમેરિકાના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી અત્યાર સુધીની 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ જશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે માત્ર વ્હાઇટ હાઉસમાં બેસીને નિર્ણયો જ નહીં લે, પરંતુ હવે તેમનો પ્રભાવ સામાન્ય લોકોના ખિસ્સામાં રહેલી કરન્સી નોટો પર પણ જોવા મળશે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે કે હવે અમેરિકન ડોલર પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર હશે, જે અમેરિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બની રહ્યું છે કે કોઈ કાર્યરત રાષ્ટ્રપતિના હસ્તાક્ષર ચલણી નોટો પર સ્થાન પામશે. 

આ ઐતિહાસિક નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકાની આઝાદીની 250મી વર્ષગાંઠની ઉજવણી છે. ટ્રેઝરર બ્રાન્ડન બીચે આ અંગેની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના સમર્પણ અને નેતૃત્વના પ્રતીક રૂપે હવે નોટો પર ડોનાલ્ડ જે. ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર એકસાથે જોવા મળશે. અત્યાર સુધીના 165 વર્ષના ઈતિહાસમાં ડોલર પર ક્યારેય સત્તા પર રહેલા રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી, જેના કારણે આ પગલું વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે. ખાસ કરીને જ્યારે અમેરિકા મધ્ય પૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે અને ઈઝરાયેલ સાથે મળીને સૈન્ય કાર્યવાહીમાં વ્યસ્ત છે, ત્યારે આ પ્રકારનો મહત્વનો નાણાકીય ફેરફાર ટ્રમ્પની મજબૂત પકડ દર્શાવે છે.

ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના મતે, ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકા અભૂતપૂર્વ આર્થિક વિકાસ અને ડોલરની સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપલબ્ધિઓને બિરદાવવા અને દેશની 250મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે આનાથી શ્રેષ્ઠ માધ્યમ બીજું કોઈ હોઈ શકે નહીં. જોકે, આ દરમિયાન એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નોટોની મૂળ ડિઝાઈનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર સહીઓ જ બદલાશે. અગાઉ ટ્રમ્પના ફોટાવાળા સિક્કા બહાર પાડવાની યોજના કાયદાકીય અડચણોને કારણે અટકી ગઈ હતી, કારણ કે અમેરિકન કાયદો જીવિત વ્યક્તિની તસવીર સિક્કા પર છાપવાની મંજૂરી આપતો નથી, પરંતુ હસ્તાક્ષરના કિસ્સામાં આ નવો માર્ગ કાઢવામાં આવ્યો છે.

આ પ્રક્રિયા ક્યારથી અમલમાં આવશે તે અંગે પણ માહિતી સામે આવી છે. ટ્રેઝરી વિભાગના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી બેસન્ટના હસ્તાક્ષર ધરાવતી પ્રથમ $100 નોટ જૂનમાં છાપવામાં આવશે. આ પછી, આગામી મહિનાઓમાં અન્ય મૂલ્યોની નોટો પણ છાપવામાં આવશે. ટ્રેઝરીના બ્યુરો ઓફ એન્ગ્રેવિંગ એન્ડ પ્રિન્ટિંગ હાલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેન, ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન અને ટ્રેઝરર લિન મેલેર્બાના હસ્તાક્ષર છાપી રહ્યા છે.

ત્યારબાદ તબક્કાવાર રીતે અન્ય મૂલ્યની નોટોમાં પણ આ ફેરફાર લાગુ કરવામાં આવશે. હાલમાં બ્યુરો ઓફ એનગ્રેવિંગ એન્ડ પ્રિન્ટિંગ દ્વારા જો બિડેનના કાર્યકાળની નોટો છાપવામાં આવી રહી છે, પરંતુ ટૂંક સમયમાં જ બજારમાં 'ટ્રમ્પ સિગ્નેચર' વાળા ડોલર ફરતા થઈ જશે. આ ફેરફાર માત્ર આર્થિક નહીં પણ રાજકીય રીતે પણ અત્યંત સૂચક માનવામાં આવી રહ્યો છે.