April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બનશે: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા, કહ્યું 'અમે બંને જ હંમેશા કામ પૂર્ણ કરીએ છીએ'

01:53:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભારત-અમેરિકા સંબંધો વધુ મજબૂત બનશે: </span>રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીના વખાણ કર્યા, કહ્યું 'અમે બંને જ હંમેશા કામ પૂર્ણ કરીએ છીએ'</strong></p>

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોના અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ અને મજબૂત બનશે. આ સાથે જ તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની પણ ખુલ્લા મને પ્રશંસા કરી છે.

અમેરિકન દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી 

ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે તાજેતરમાં પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક મહત્વપૂર્ણ નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિવેદનમાં ટ્રમ્પે બંને દેશોની ભાગીદારી અને નેતૃત્વ ક્ષમતા પર પ્રકાશ પાડ્યો છે. દૂતાવાસની આ પોસ્ટ દર્શાવે છે કે અમેરિકન વહીવટીતંત્ર ભારત સાથેના રાજદ્વારી સંબંધોને કેટલી પ્રાથમિકતા આપી રહ્યું છે.

"હું અને પીએમ મોદી જ હંમેશા કામ પૂર્ણ કરીએ છીએ" 

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના વ્યક્તિગત સમીકરણો અને કાર્યશૈલી વિશે વાત કરતા એક ખાસ ટિપ્પણી કરી છે. અમેરિકન દૂતાવાસની પોસ્ટ મુજબ, ટ્રમ્પે કહ્યું છે કે, ફક્ત હું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ બે એવા લોકો છીએ જે હંમેશા પોતાનું કામ પૂર્ણ કરીએ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મોટાભાગના અન્ય લોકો માટે આવું કહી શકાય તેમ નથી. ટ્રમ્પનું આ વિધાન પીએમ મોદીની નેતૃત્વ ક્ષમતા અને નિર્ણય શક્તિ પરના તેમના દ્રઢ વિશ્વાસને દર્શાવે છે.